આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
ઘાશીરામ કોટવાલ.


ફુટ ને બે ઇંચ છે. તેને મુસલમાનો મામલીકમૈદાન કહે છે. તેનો અર્થ રણભૂમિનો રાજા એવો છે. ગેરમાહિતગાર લોકો તેને મુલુકમૈદાન કહે છે; ને હીંદુઓ મહાકાળી કહે છે, ને તેની પૂજા કરવા તથા તેને બકરાં તથા મુરગાની આહુતિ આપવા જાય છે. એ તોપ અમે ખસુસ જઇને જોયલી છે.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૨૫.

ઘા૦— (બીજું એક ચિત્ર હાથમાં લઇને બોલ્યો) આ દીપમાળ જેવું જણાય છે.

મુ૦— દીપમાળ નથી. એને “પાંપીનો સ્તંભ“ કહે છે. તે મિશ્રદેશમાં સિકંદર નામના શહેરની દક્ષિણ તરફના દરવાજાની બહાર અરધા કોશથી કાંઈક નજદીક છે. આ સ્તંભ એક આખા પથ્થરનો છે. તેની ઉપરની માંચી નવ ફુટ ઉંચી છે, અને તેની નીચેનો સ્તંભ ૯૦ ફુટ ઉંચો ને તેનો વ્યાસ નવ ફુટ છે. તે શિવાય નીચલો ભાગ ૧૫ ફુટ સમચોરસ એટલે સાઠ ફુટ પરીઘ સંગેમરમરના પથ્થરનો છે. એકંદર ઉંચાઈ ૧૧૫ ફુટ છે, એ થાંભલો ઘુંટીને સાફ લીસો બનાવેલો છે.

ઘા૦— એ સ્તંભ કોણે ને ક્યારે બાંધ્યો.

મુ૦— પાંપી નામનો મોહોટો નામાંકિત સેનાપતિ રોમના રાજ્યમાં થયો હતો. તેનો જન્મ ઈસ્વી સન પહેલાં ૧૦૬ વર્ષ ઉપર થયો હતો, ને તે ઈસ્વી સન થવા પ્હેલાં ૪૮ વર્ષ પર માર્યો ગયો. તેણે ઘણાં મોહોટાં પરાક્રમ કર્યાં છે, વાસ્તે તેનું નામ રાખવા સારુ આ સ્તંભ લોકોએ પોતાના ખરચથી તૈયાર કર્યો, એવી કલ્પના લોકો કરે છે; પણ એ સ્તંભ કોણે કોને વાસ્તે બાંધ્યેા છે, તેનો પાકો દાખલો મળ્યો નથી.

ઘા૦— એ સ્તંભ ઉપરની માંચી ઉપર કોઇ કદી ચ્હડયું હશે ?

મુ૦— સ્તંભ ઘણો લીસો હોવાથી ચ્હડાઈ શકાતું નથી; પણ થોડા વર્ષ ઉપર એટલે ઇસવી સન ૧૭૮૧ ના વર્ષમાં તે માંચી ઉપર અંગરેજ જાતના ખલાસીની એક ટોળી ચ્હડી હતી. તે ટોળિએ આ સ્તંભ પોતાના જહાજ ઉપરથી જોઇને એવી પ્રતિજ્ઞા કરી હતી કે, તે ઉપર ચ્હડીને શરાબ પીવો. બાદ તે પ્રતિજ્ઞા પ્રમાણે તે ટોળી કિનારા ઉપર ઉતરીને સ્તંભ પાસે ગઈ ને તે ઉપર ચ્હડવા અનેક ઉપાય કર્યા; પણ તે સઘળા નિષ્ફળ ગયા. આખર એક પતંગ વેચાતી લાવી સુતળી બાંધી ઉડાડ્યો; ને તેને