આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
ઘાશીરામ કોટવાલ.


માંચી ઉપર થઇને બીજી બાજુ પરથી ઉતારીને સુવાડી દીધો. પછી તે પતંગની સુતળીને દોરડું બાંધી તે માંચી ઉપર ખેંચી લીધું, ને તે દોરડાથી એક ખલાસી માંચી ઉપર ચ્હડી ગયો. બાદ બીજાં દોરડાં લાવી બે અથવા અઢી કલાકમાં તે દોરડાની સીડીઓ બનાવી તે ઉપર સઘળા ટોળીવાળા ચ્હડી ગયા, ને પ્રતિજ્ઞા પ્રમાણે તેઓએ તે જગે દારુ પીધો. આ તમાશો જોવા સારા આસપાસનાં હજારો લોક એકઠાં થયાં ને ખલાસીઓએ તારીફ લાયક કામ કીધું, એવું હાલ સુધી ત્યાંના લોકો કહે છે.

ઘા૦— એમાં અમને કાંઈ આશ્ચર્ય લાગતું નથી; કેમકે હાલમાં ઘોરપડે કરીને સરદાર છે; તેના વડીલો એ ધુઅડ પક્ષીની કમરે દોરડું બાંધીને તેને બદામી કિલ્લા ઉપર ચ્હડાવ્યું. તે ઉપર જઈને વળગી રહ્યું; બાદ તે દોરડે વળગીને લોકો ચ્હડી ગયા ને કિલ્લો સર કીધો. તે ઉપરથી સતારાના મહારાજે માલોજીરણસિહને ઘોરપડે અમીરુલ ઉમરાવનો ખિતાબ આપ્યેા.

મુ૦— કિલ્લાના કોટમાં ને આ સ્તંભમાં આસમાન જમીનનો ફરક છે. કારણ કે કોટના પથ્થર ખરબચડા છે; તેથી ઘુઅડને પોતાના પગના પંજાના નખો વળગાડવાનો આધાર હતો, ને બદામી કિલ્લા જેવા કિલ્લા ઉપર અંગ્રેજ લોકો સીડી મૂકીને ચ્હડી જાય છે; ને એ સ્તંભ તો કાચના જેવો લીસો છે; તેમાં તમારી ઘુઅડ બિચારીનું શું ચાલે ? વળી બદામી કિલ્લો એટલો ઉંચો પણ ક્યાં છે?

--¤¤¤¤¤¤¤¤--


વાત ૨૬.

ઘા૦— (સેંટપાલના દેવળનો નકશો હાથમાં લઇને બોલ્યો) ખરી વાત છે; પણ આ મ્હોટી ઇમારત શાની છે ?

મુ૦— ગ્રેટ બ્રીટન કરીને ઇંહાંથી ઈશાન દિશાએ ઉત્તર સમુદ્રમાં મ્હોટો દ્વીપ છે. તેમાં ઈંગ્લાંડ નામનો અંગરેજોનો દેશ છે, તેની મુખ્ય રાજધાનીનું શહેર લંડન કરીને છે. ત્યાં ખ્રીસ્તી ધર્મનું મ્હોટું દેવલ છે; તે સેંટપાલનું દેવળ કહેવાય છે. તે વિષે વૃત્તાંત એવું છે કે, જે ઠેકાણે હાલ એ દેવળ છે, તે ઠેકાણે પ્રથમ ઘણાં દેવળો બંધાયાં હતાં. તે જૂનાં થવાથી એકપછી એક પડી ગયાં. તેમાં પ્રથમ એક દેવળ રોમન લોકોએ બાંધ્યું હતું. તેની નિશાની હાલના દેવળનો પાયો જોતાં માલુમ પડી હતી. તે રોમન લોકોનું દેવળ પડી ગયા પછી તે ઠેકાણે કાન્સટેન્ટાઇન નામના બાદશાહે દેવલ બાંધ્યું હતું. તેનો નાશ થયા પછી ઇસવી સન ૬૦૩ માં સાકસની