આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
ઘાશીરામ કોટવાલ.

માણસને ઘેર ઘણું કરીને રાત્રે આવે છે. પછી મંડળ ભરી ધામધૂમ બતાવી નાચતો કુદતો ઘરની અંદર અથવા પરસાળમાં જઇને કોદાળી અથવા નરાજ લઇને ખોપરી પૂરેલી જગાએ તે દાટનાર માણસના હાથથી ખોદાવે છે. બાદ પોતે તે ખાડામાં હાથ ઘાલી ખોપરી બહાર કહાડી હાય હાય કરી ઉંધો ચત્તો થઇ જમીન ઉપર મૂર્છા આવી હોય તે પ્રમાણે પડે છે. બાદ સાવધ થઇને તે ખોપરી ઉપર મંત્ર બોલ્યા પ્રમાણે કરીને તે ઉપર સીંદુર તથા અડદ વગેરે નાંખીને બધાને દેખાડી પોતાના માણસોને પોતાને ઘેર અથવા બીજી કોઈ જગે લઈ જવાનું કહે છે. બાદ પોતે ઘણો જ થાકી ગયેલો હોય, તે પ્રમાણે કરી મંડળમાં મૂકેલી ચીજોને પોતાને ઘેર લઇ જાય છે. આટલું થવાની સાથે પેલા બિચારા ભોળા માણસની પીડા દૈવયોગે દૂર થઇ તો થઇ, નહિ તો તેને વગર કારણે દંડ થયા જેવું થાય છે. અમે મુસલમાન લોક ભૂતને સેતાન કહીએ છઇએ, તેનો અસલ અર્થ “દુશ્મન" થાય છે. અંગ્રેજ લોક ભૂતને “ઘોસ્ટ” કહે છે, તેનો અર્થ તથા તમે ભૂત કહો છો, તેનો એકજ અર્થ પ્રેતની છાયા થાય છે, એવો અમારો મત છે.

કો૦— ફિરંગીની વિલાતમાં ઢોંગ ધતુરાવાળા લોકો છે કે ?

મુ૦— ઘણા છે. તેમાંની એક વાત તમને કહું છું, તે સાંભળીને તમને આજ મ્હોટી ખુશી થશે. સને ૧૭૦૪ માં લંડન શહેરમાં એક માણસે મ્હોટા ગૃહસ્થનો વેશ લઇને હાથ નીચે પાંચ દસ નોકર રાખી, એક તોફે સામાન સહિત મિજલસી મકાન ભાડે રાખ્યું. તેમાં કેટલાક દિવસ રહ્યા પછી પોતાનો સગો ભાઇ મરી ગયો, એવો બુઠ્ઠો ઉઠાવી તેને સદ્ગતિ થવા સારુ તેની લાસને આપણ મકાન ઉપર લાવવી જોઇયે એમ કહીને, તે મડદું પોતાના મકાનમાં લાવવાની ઘરધણીની રજા લીધી. બાદ પોતાના ભાઇના મુડદાને એક સારી શોભીતી પેટીમાં ઘાલી પોતાને ઘેર લાવી ઘરમાં તે પેટી મૂકી, ને પોતે તથા પોતાના ચાકર દફન કરવાનો સામાન લેવા સારુ ગયા. તે ગૃહસ્થ રાતના બાર વાગ્યા સુધી પાછો આવ્યો નહિ, ત્યારે ઘરધણી તથા છોકરાં માણસો, સઘળાં સુઇ ગયાં. એક દાસી ફકત બારણા ઉઘાડવા સારુ જાગતી હતી. તે રસોઇખાનાની કોટડીમાં ચુલા પાસે એકલી બેઠી હતી; ત્યાં એક ઉંચો માણસ તે કોટડીમાં જઈ તે ઓરતની સામે એક ખુરસી હતી તે ઉપર બેઠો. તેને જોતાં વેંત તે ઓરતે મોહોટેથી ચીસ પાડી ને તીરની પેઠે બીજી બાજુના બારણામાંથી શેઠ તથા શેઠાણીના ઓરડામાં નાસી ગઇ, ને તેએાને જાગૃત