આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
ઘાશીરામ કેાટવાલ.


સ્મિથ— એવી રીતે બે છોકરાં એક વખતે ઘણી ઓરતોને થાય છે ને કદી કદી ત્રણ પણ થાય છે; વળી એક વખતે ચાર પાંચ સુધી થયાના પણ લેખ છે.

ઘા૦— આપણા દેશમાં જે એારતને બેથી વધારે છોકરાં થાય છે, તે એારતને છોકરાં ધવરાવવાને થાન પણ બેથી વધારે થાય છે ?

જોન્સ— ના.

ઘા૦— ત્યારે બેથી વધારે છોકરાંને એકી વખતે ધવરાવવાનું કેમ બનતું હશે ?

જોન્સ— એવે પ્રસંગે છોકરાંઓને ધવડાવવા બીજી ઓરતોને નોકર રાખે છે.

ઘા૦— એ ભીમ તથા અર્જુન જ્યારે એકસરખી પાગડી ઘાલે છે ત્યારે બરાબર ઓળખવાને મને ભ્રાંતિ પડે છે.

સ્મિથ— એમાં કાંઇ નવાઇ જેવું નથી; પણ ભીમ જરા ઠીંગણો છે ને અર્જુન શરીરે પાતળો છે. જોળીઆ છોકરાંમાં તફાવત હોતો નથી, એવી વાત અમારી ઘણી કિતાબોમાં લખેલી છે. અમારા દેશની રાજધાની લંડન શહેર છે. ત્યાં આગળ બે જોળીઆ છોકરા ૧૨ વર્ષની ઉંમરના દીઠામાં આવ્યા હતા. તેના શરીરનો બાંધો, ચહેરો, નાક, આંખો વગેરે ઘણું કરીને સરખાં જ હતાં. તેઓનો વિદ્યાભ્યાસ પણ સરખો હતો, બીજું તો શું ? તેમની બુદ્ધિ, વિચાર, આચાર એક બીજાના સરખા હતા. વળી બીજે ઠેકાણે બે છોકરા નિકોલસ ને કલાંડી નામના હતા. તે બંને નાહના હતા ત્યારે તેએાને એાળખવા સારુ તેમના માબાપના નોકરોએ તેઓને હાથે જૂદા જૂદા રંગનાં દર્શણીઅંઆાં (મણગઠા) ઘાલ્યાં હતાં. તેએા જેમ જેમ મોટા થયા, તેમ તેમ તેમનાં અંગ મેાટાં થયાં; પણ તેનો બાંધો તથા મોહોડાની કળા સરખી જ રહી હતી. તેઓની ચાલ, બોલી તથા ઉભા રહેવાની ઢબ પણ એકસરખી જ હતી. તેએાનો અવાજ તથા સ્વભાવ પણ સરખો જ હતો. એ છોકરાઓ જ્યારે સરખો પોશાક પહેરતા, ત્યારે નિકોલસ કોણ ને કલાંડી કોણ એ તેનાં માબાપથી પણ ઓળખાતા ન હતા. એ બંને સતરંજ રમવામાં હુશિયાર હતા. તેમાં ક્લાંડી સઉથી સરસ રમનાર હતો. કોઈ ઠેકાણે નિકોલસ શત્રંજ રમવા બેસતો ને દાવ પોતાના ઉપર આવશે એવું માલમ પડતું, ત્યારે કાંઈ બહાનું કરીને પોતે ઉઠી જતો ને પોતાનો પોશાક પોતાના ભાઈને પહેરાવી દાવ સમજાવી મોકલતો. તે રમવાની જગો ઉપર જઈ પોતાના