આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
ઘાશીરામ કોટવાલ.

થતું નથી. એવું કહીને બંને જણને કોટવાલ પાસે મોકલી દીધાં. કોટવાલે બંનેની હકીકત સાંભળી બીજે દિવસે ફેસલો કરવાનું ઠરાવી તે બંનેને કેદમાં રાખ્યાં. ઝવેરી ઘેર આવ્યા, રાત્રે ઉંઘ આવી નહીં. તેથી તેણે ઘણો દારૂ પીધો, તેની કેફ ચહડવા લાગી. તે વખત શીશા હાથમાંથી નીચે મૂકતાં ફુટી ગયા ને તેવો જ ઉંઘી ગયો. સવારે ઉઠીને જોયું તો એક પગની એડીમાં સણકા મારવા લાગ્યા ને રજાઇને લોહી લાગ્યું હતું. પગમાં સુતી વખત જોડા હતા તે મળે નહીં ને તળીયે જખમ થયા હતા. ત્યારબાદ ઉઠીને પોતાની એારડીમાં ગયો. ત્યાં જોયું તો શીશાનો ભાંગેલો એક કકડો પડેલો હતો ને તેની પાસે એક જોડો પડેલો હતો. ત્યારે હું રાત્રે ઉંઘમાં તથા નીશાના તોરમાં અહીંઆં આવ્યો હોઇશ, એવું તેને માલમ પડ્યું એટલામાં કબાટનાં બારણાં બરાબર દેવાયલાં ન દીઠાં, તેથી તેણે તેને હાથ લગાડ્યો એટલે તે નીચે પડી ગયાં, ને અંદર ગુમાવેલા પૈસા તથા બીજો સઘળો માલ નજરે પડ્યો. તેવો જ ઘણો વિસ્મિત થઈને મારો ચોર હું જ છઉં, મારી છોકરી તથા ઉમેદવારને શિક્ષા થવાસારુ કોટવાલને હવાલે કર્યાં, એ કેવો મોટો અન્યાય છે, એવું મનમાં લાવીને તે તુરત કોટવાલ પાસે જઈને તે બંનેને છોડાવી લાવ્યો. આ પ્રમાણે ઉંઘમાંને ઉંઘમાં ઉઠીને જાગૃત પ્રમાણે કામ કરનાર લેાક ઘણાં હોય છે.

કો૦'— વોહરાજી શેઠ – આ કિતાબ અમે રાખીએ છીએ. સવારે તમારે જોઈશે ત્યાંની હુંડી આપીશું અથવા રોકડા રૂપીઆ ચુકવી આપીશું.

તે ઉપરથી વોહોરો ઠીક છે, એમ કહીને તે દિવસે ગયો, ને બીજે દીવસે કોટવાલને ઘેર પૈસા માગવા આવ્યો. તે વખત ચોકીદારે કહ્યું કે આજે કોઈને ઘરમાં જવાની રજા નથી, સવારે આવજે. તે ઉપરથી વેાહોરાએ પાંચ પચાસ ફેરા ખાધા, પણ કોટવાલ સાહેબનાં દર્શન થયાં નહીં. આખરે કાંઈ ઈલાજ નથી એવું સમજીને કોટવાલને રસ્તે જતાં મળીને અમારી ચોપડીની કીમત હજી સુધી મળી નથી એવું બોલ્યો. એ વાતનો કોટવાલને ઘણો ગુસ્સો આવ્યો ને જબાબ દીધો કે રૂપીઆ ૫૦) તમોને તુરત આપવાનું અમારા કારભારી ચિંતોપંત દાદાને કહેલું છે, તેની પાસે જઈને રૂપીઆ લો; બાકીના રૂપીઆ સારુ પાછલથી કહીશું. બાદ વોહોરો ચિંતાપંત પાસે ગયો, તેનો પણ મિલાપ થાય નહીં. ત્યારે તેના હાથ નીચે કારકુન ગેાપાળપંત કરીને હતો, તેને તથા છડીદાર રાઘોજી ચવ્હાણને દશ રૂપીઆ આપવા કરીને કારભારીને મળ્યો. તે વખત બે મહીના પછી તને ચાળીશ છીપી રૂપીઆ આપવાનું કોટવાલ સાહેબે કહેલું છે, અગર તને હમણાં જરૂર