આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯
ઘાશીરામ કોટવાલ.

હોય તે આઠ રૂપીઆ વ્યાજના કાપી આપી બાકીના રૂપીઆ ૩૨ લઈ જા, એ પ્રમાણે તેણે કહ્યું. વોહોરાએ લાચાર થઈને છીપી રૂપીઆ ૩૨ લેવા કબુલ કરવાથી ચિંતોપંતે છીપી રૂપીઆ ૩૨ આપી રૂપીઆ ૪૦ ની રસીદ માગી; પણ આવી રસીદ શી રીતે લખી આપું? એવું વોહોરો કહેવા લાગ્યો; એટલે જેટલા રૂપીઆ આપીએ તેની સવાઇના રૂપીઆનો લેખ કરી આપવાનો સઘળા સાવકારોમાં ચાલે છે, એ વાત તને ખરી ન લાગતી હોય તો જઇને તપાસ કરી આવ. પછી સુખે રૂપીઆ લઇ જા, એ રીતે ચિંતોપંતે કહ્યું. તે વખત એક મુલાકાતને આટલી મુસીબત પડી તો ફરી મળવાને શી રીતે થશે ? એવું વોહોરાજીએ મનમાં વિચારીને રૂપીઆ ૪૦ ની રસીદ કાંઈ ન બોલતાં લખી આપી. એટલે તે ૩ર રૂપીઆની રકમમાંથી દશ રૂપીઆ ગેાપાળપંત તથા રાઘોજી ચવ્હાણે છીનવી લીધા. પછી સો સિક્કાઈ રૂપીઆના અવેજમાં ૨૨ છીપી રૂપીઆ હાથ આવ્યા, ને તે પણ લાવવાને મોટી મહેનત કરવી પડી; તેથી વોહોરાના મનમાં મોટો સંતાપ થયો; તેથી હું અંગ્રેજ સરકારના લશ્કરનો રહેનાર છું, મારી આ અવસ્થા થઈ, તે સંગમ ઉપર જઈ રેસિડેંટ સાહેબને જાહેર કરું છૌં, ને તમારી સઘળાની ખબર લેવડાવું છે, એવી રીતે મોટેથી પોકાર મારીને “અંગ્રેજ સરકારની રૈયતને લુટી રે, લુટી!” એ પ્રમાણે બુમ પાડતો ત્યાંથી નિકળ્યો. આ હકીકત ઘાશીરામને માલુમ પડતાં જ તેણે પોતાનાં વિશ્વાસુ માણસો મોકલી રેસિડેંટ સાહેબના જાસુસ તથા ચેા૫દારને કાંઇ આપવાનું કરી અમુક વોહોરો બંગલે આવે તેને અંદર પેસવા દેશો નહીં, એવો બંદોબસ્ત રાખવાની તદબીર કરાવી. આ કારણથી વોહોરાને રેસિડેંટ સાહેબ સાથે મળવું થાય નહીં એવું થયું. તે વખતમાં તેાપનો અંગ્રેજી દારુ પરવાનગી શિવાય અંગ્રેજ સરકારના લશ્કરમાંથી પુના શહેરમાં વેચવા સારુ કોઈ લઈ જાય નહીં એવો કાયદો હતો. તેની માહીતગારી એ વોહોરાને હતી. તે ઉપરથી તેણે દારુ ઘાલવાને જેવી થેલી થાય છે, તેવી થેલીઓ તૈયાર કરી તેમાં રેતી ભરી. તે થેલીઓ એક પેટીમાં બંધ કરી, તે પેટી ઉપર ખાદી જડાવી પોતાનું નામ તથા લશ્કરની પાસે સંગમ ઉપર મુકામ છે એવું લખી તૈયાર કીધી, ને ઘાશીરામની એક રાખેલી બાયડી હતી, તેને ઘેર સમી શાંજને વખતે જઈને કહ્યું કે આ પેટીમાં અંગ્રેજી દારુ છે, તેની કીંમત શહેરમાં ઘણી સારી મળે છે. શહેરમાં આવો દારૂ લાવવાની પરવાનગી નથી. તે કારણથી હું ચોરીથી અહીં લાવ્યો છું તે આજની રાત આપના ઘરમાં ખાટલા નીચે