આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
ઘાશીરામ કોટવાલ.

એવેા પોપટે ઉત્તર આપ્યો. તે ઉપરથી પાંચ મહોર આપી તે ગૃહસ્થ તે પો૫ટને પોતાને ઘેર લઈ ગયો અને તેની સાથે વાત કરે ત્યારે “એમાં શું શક?” એટલા જ શબ્દ માત્ર પોપટ કહેતો. તે સાંભળીને મેં મૂર્ખપણાથી આટલા પૈસા આ પોપટને સારુ આપ્યા, એવું નાખુશીનું બોલવું તેના મોહોડામાંથી નિકળ્યું, તે સાંભળીને “એમાં શું શક ?” એવો પોપટનો જવાબ મળ્યો. તે સાંભળીને તે હસ્યો ને પોપટને પાંજરામાંથી કહાડી છોડી દીધો. અા પ્રમાણે જે વખત જે પ્રમાણે બોલવું ઘટે, તે પ્રમાણે બોલતાં ઘણા પક્ષી શિખે છે. તે પ્રમાણે જોતાં તો તમારો હીરામણ તૈઆર થયો નથી. મરજી હોય તે હું તૈઆર કરું. એ રીતે પેલા આરબ સોદાગરે કહ્યું.

આવું બોલવું સાંભળીને ઘાશીરામે તે આરબનો દરમાયો ડરાવી હીરામણને શિખવવાને તેને હવાલે કર્યો. તેને પાંચ છ મહીના સુધી શિખવીને આરબ પાછો લાવ્યો, ને તે બેલ્યો કે મેં ઘણી મહેનત લઈને આ પક્ષીને ભણાવ્યો છે. તે ઉપરથી “તને ભણાવતાં મેહેનત પડી છે, કેમ હીરામણ?” એવું કોટવાલે પૂછ્યું. ત્યારે “હા ખરી વાત છે” એવો તે પોપટે જવાબ દીધો. તે સાંભળીને માહારો પોપટ હીરામણ શહાણો થયો, એવું સમજીને આરબને એક સારું ચંદેરી સેલું આપીને કોટવાલે રજા આપી. પછી સાંજરે કોટવાલ નાનાફર્દનિવીશના વાડામાં ગયા. ત્યાં પોતાના હીરામણ પક્ષીની ભરી સભામાં એવી તારીફ કરી કે, તે પોપટને કોઈ સવાલ પૂછે છે, તો તેનો તે બરાબર જવાબ દે છે. તે ઉપરથી તમારો પોપટ એક દિવસ બતાવો, એવું નાનાફર્દનિવીશ બોલ્યા.

ત્રીજે દિવસે પોપટને શિખવનાર આરબની રાખે સંગમ ઉપર જઈને રેસિડેંટ સાહેબને અરજ કરી કે, હું અંગ્રેજ સરકારની રૈયત થઈને હમણાં જ અહીંઅાં આવી છઉં. મારા ઉપર શહેરના કોટવાલે મોટો જુલમ કર્યો છે. તે એવી રીતે કે મારો ધણી હિંદુસ્થાન ગયો છે, તેથી હું ઘરમાં મહેનત મજુરી કરીને પેટ ભરું છું. હું એકલી છઉં, તે જોઈને કોટવાલે મારા ઉપર બદનજર કરી છે. મને ચાર પાંચ ફેરા બોલાવા મોકલ્યું; પણ હું તેની પાસે ગઈ નહીં, ત્યારબાદ એક દિવસ મારા ઘરમાં અંધારી વખતે પેસીને મારા ઉપર જબરદસ્તી કરવા લાગ્યો. ત્યારે મેં બુમ પાડી એટલે તે જતો રહ્યો. જતી વખત ઠીક છે રાંડ, તારી ખબર લઉંછું, તારા જેવી મેં રાંડો ઘણી જોયલી છે, એવું ઘણા ગુસ્સાથી બોલ્યો. બીજે દહાડે સવારમાં હું પાણી ભરવા હોજ ઉપર જતી હતી. ત્યાં એક માણસ