આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
ઘાશીરામ કોટવાલ.

મારી પાછળ પાછળ આવ્યો, ને બાવનખણી કેણી તરફ છે એવું પૂછવા લાગ્યો. તે વખત શુકરવારપેઠમાં કોટવાલ ચાવડી પાસે છે, એવો મેં જવાબ દીધો. ત્યાં કોની અને કેટલી વસ્તી છે, એવું તેના પૂછવા ઉપરથી, પાંચ પચાસ કસબણ ત્યાં રહે છે, એવું સંભળાય છે, એ પ્રમાણે કહ્યું. એટલે એક સીપાઈ આવીને મને તથા તે માણસને પકડીને કોટવાલ પાસે લઈ ગયો. ત્યાં કોટવાલ, ગુસ્સો કરીને તે સખસને, તું શું કરતો હતો એવું કહી પૂછવા લાગ્યો. ત્યારે મારે આ બાઈ સાથે ઘણી દોસ્તી છે, ને એને ઘેર હું જતો આવતો હતો; સબબ આજ કેઈ વખતે આવું ? એવું પૂછતો હતો. એ એારત બોલી કે, એક બે દિવસમાં મારો ધણી હિંદુસ્થાનથી આવનાર છે, વાસ્તે હમણાં આવશો નહીં, એ પ્રમાણે તે લુચ્ચાએ, બનાવટની હકીકત કહી. તે વખત ફોજદારી કારકુનને કોટવાલે કહ્યું: “આ માણસનો હાજર જામીન લઈને એને ચેાથે દિવસે હાજર રહેવાનો બંદોબસ્ત કરો, ને આ રાંડને, આપણો પક્ષી છે તે કોટડીમાં રાખો. તેથી મને તે કોટડીમાં ઘાલીને બહારથી બારણાં બંધ કર્યા, કેટલોક વખત ગયા પછી અંદરનાં બારણાં ઉઘાડી કોટવાલ તે કોટડીમાં આવ્યો, ને મને ત્યાંથી ઘરની અંદર લઈ જઈને, તે જગે ચાર પાંચ કોઠી હતી તે ઉઘાડીને હસતાં હસતાં કહ્યું કે આમાં શહેરની લબાડ રાંડોની લીધેલી નથો (વાળી અથવા વીંટલી) હજાર પાંચશે રૂપીઆની છે; તેમાંથી જે નથ તને પસંદ પડે તે નથ તું હાથમાં લે. ત્યારે હું એવું બોલી જે, મારે નથ અથવા બીજું કાંઈ જોઈતું નથી; તમને પગે લાગું છઉં, મને છોડી દો. તે ન સાંભળતાં હવે કાંઈ વધારે બોલી તો આ તરવારથી તારું ડોકું કાપી નાંખીશ, ને ઈંઅાંજ તને દાટી દઈશ; એ રીતે ગુસ્સાથી બોલીને મને વળગી પડ્યો ને મારી આબરૂ લીધી. તે જગે કોઈ જોનાર ન હતું. એક મોટો લીલો પોપટ પિત્તળના પાંજરામાં હતો; તેને બોલતાં આવડે છે તેથી તે મારો સાક્ષીદાર થયો છે. આ પ્રમાણે મારી હુરમત લીધા પછી આ ચંદેરી સેલું મને આપી છોડી દીધી. ફર્દનિવીશની પાસે જાત; પણ તેને કોટવાલ સાથે દોસ્તી છે, તેથી મારી દાદ શી રીતે લાગે? હમણાં મારો વાળી ઉપર પરમેશ્વર કે અહીઅાં સાહેબ છે. મારો ધણી આવ્યા પછી મને કહાડી મૂકશે, ને મારી શુદ્ધિ કરવાને મને બે હજાર રૂપીઆ સૂધીનો ખરચ થશે. અા પ્રમાણે બોલી અાંખમાં અાંસુ લાવી સાહેબના આગળ પડી. તે વખત તારો ઈન્સાફ થશે, બીહી ના, એવું કહિને રેસિડેંટ સાહેબે તેનું નામ પૂછ્યું. તેણે પોતાનું નામ બેનુર બેગમ બંગાલી એવું બતાવ્યું. તે ઉપરથી તેની તમામ હકીકતનું ટીપણું કરી લીધું ને