આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
ઘાશીરામ કેાટવાલ.

પૃથ્વી રચના વિનાની તથા શુન્ય હતી અને પાણીની જગોપર અંધારું હતું. વિશ્વાત્મા પાણી ઉપર હાલતો હતો. બાદ પ્રકાશ તથા અંધકાર જૂદાં જૂદાં કર્યાં. પછી પ્રકાશને દિવસ એવું નામ આપ્યું અને અંધારાને રાત કહેવા માંડી. આ નામ પ્રમાણે પહેલો દિવસ થયા બાદ ઈશ્વરે જળમાંથી અંતરાળ ઉત્પન્ન કર્યો, ને તે અંતરાળ નીચેનું તથા ઉપરનું પાણી જૂદું જૂદું કર્યું, ને અંતરાળને આકાશ એ નામ આપ્યું. તે બીજો દિવસ થયો. બાદ ઈશ્વરના હુકમથી આકાશની નીચેનું પાણી એક જગો પર જમી ગયું ને કોરી જમીન નિકળી. તે જમીનને પૃથ્વી એવું નામ આપ્યું. એકઠા થયલા પાણીને સમુદ્ર ઠરાવ્યો. પછી પૃથ્વી ઉપર ઈશ્વરના હુકમથી બી આવનાર તરુ, ઘાસ ને ફળ આપનાર ઝાડ ઉત્પન્ન થયાં. આ ત્રીજો દિવસ થયો. ત્યાર પછી અંતરાળમાં બે મોટા પ્રકાશ કર્યા. તેમાં મોટા પ્રકાશને દિવસ ચલાવવા ને નાહાના પ્રકાશને રાત્ર ચલાવવા સારુ નીમ્યાં. અને તારા ઉત્પન્ન કર્યા. આ ચોથો દિવસ થયો. બાદ પાણીમાં જીવજંતુ તથા પૃથ્વી ઉપર પક્ષી ઉત્પન્ન કર્યાં, એટલે પાંચમો દિવસ થયો. પછી ગામનાં પશુ, જંગલનાં પશુ અને જમીન ઉપર હાલચાલ કરનાર જીવજંતુ ઉત્પન્ન કર્યાં. બાદ ઈશ્વરે પોતાની પ્રતિમા જેવો પુરુષ ઉત્પન્ન કર્યો તથા સ્ત્રી ઉત્પન્ન કરી. ત્યારે છઠ્ઠો દિવસ પૂરા થયો. સાતમે દહાડે ઈશ્વરે સ્વસ્થ રહીને આશીર્વાદ દઈને પવિત્ર કર્યા. તે સાતમો દિવસ શનિવાર છે. માણસની ઉત્પત્તિ વિષેની હકીકત એવી રીતે છે કે, પરમેશ્વરે જમીનમાંથી માટી લઇને પ્રથમ પુરુષ ઘડ્યો, ને તેના નાકમાં પ્રાણવાયુ ફૂંક્યો. બાદ પરમેશ્વરે તે પુરુષને એડનના બાગમાં મૂક્યો, અને સઘળાં ઝાડનાં ફળ ખાવાં; પણ સારું અથવા માઠું થવાના જ્ઞાનના ઝાડનું ફળ ખાવું નહીં, અગર ખાશે તો મરશે એવી આજ્ઞા કીધી. તે પુરુષનું નામ આદમ પાડ્યું, પછી તે આદમને ઘણી ઉંઘમાં નાંખીને તેની પાંશળીમાંથી એક પાંશળી કહાડી લઇ તે જગે માંસ ભર્યું, ને કહાડી લીધેલી પાંસળીની એારત બનાવી આદમ પાસે લાવ્યો, તેનું નામ ઈવ રાખ્યું. તે વખત એારત તથા મરદ નાગાં હતાં, તેને શરમ લાગતી નહીં. બાદ સાપની શિખવણીથી ઇવે જ્ઞાન વૃક્ષનું ફળ ખાધું ને પોતાના ધણીને પણ આપ્યું. તે વખત આપણે નાગાં છૈએ એવું તેઓને ભાન આવ્યું. બાદ તેઓએ અંજીરના પાતરાં તોડી તેનું વસ્ત્ર કરી અંગ ઢાંક્યું. બાદ ઈશ્વરે સર્પને એવો શાપ દીધો કે તું પોતાનું પેટ ઘસડીને ચાલશે, ને સર્વ કાળ તારે માટી ખાઇને રહેવું પડશે; અને તારે તથા માણસને હમેશ દુશ્મની રહેશે. તે તારું માથું