આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
ઘાશીરામ કોટવાલ.

પંઢરપુર જઈને ત્યાંથી નામદેવને સાથે લઈ તીર્થયાત્રા કરવા ગયો. તે ફરતાં ફરતાં હસ્તિનાપુર એટલે દિલ્હી આવ્યો. તે વખત ત્યાં મુસલમાન રાજા હતો. તે રાજાએ નામદેવ ભજન કરતો હતો, તે જગે એક ગાય લાવીને તેનું માથું કાપી નાંખી, તેને જીવતી કર, નહીં તો તારું માથું હું મારા હાથથી ઉરાડી દઈશ, એવું તેને કહ્યું. તે વખત ચાર દિવસની મુદત નામદેવે માગી ને તે મુદતની અંદર ગાયને જીવતી કરી. તે વાત રાજાએ સાંભળ્યાથી પોતે જાતે ત્યાં આવ્યા ને નામદેવને પગે લાગ્યા. બાદ દિલ્હીથી નિકળીને તે બન્ને કાશી ગયા. ત્યાં કબીરને ઘેર જઈને ઉતર્યા. તે વખત રાત પડી હતી. કબીરે પોતાની સ્ત્રીને બંને પરોણાને સારુ કાંઈ ખાવાનું કરવાનું કહ્યું. તે વખત ઘરમાં કાંઈ જ હતું નહીં. તેથી તે ઓરત ચિંતાતુર થઈને બજારમાં ગઈ. રસ્તે જતાં એક વાણીઆની દુકાન ઉધાડી જોઈ તે વાણીઆ પાસે જઈને સીધું સામાન સંત લોકને સારુ આપ ને તારા પૈસા થાય, તે કહે, હું તને લાવી આપું એવું તેને કહ્યું. તે વાણીઓ કબીરની એારતની ખુબસુરતી ઉપર આશક થઈને, મારી ઇચ્છા પૂરી કરે તો તને જે જોઈએ તે આપું, નહીં તો પાછી ચાલી જા, એવું તેણે કહ્યું. તે વખત રાત્રિ પડેલી, ને બીજી જગે સીધું સામાન મળી શકશે નહીં ને સાધુઓ ભુખ્યા પડી રહેશે, ને આપણી સંતતાની હાનિ થશે, એવી અડચણો તેના મનમાં આવવાથી તેણે તે વાણીઆને વચન આપ્યું કે, સીધું સામાન ઘેર લઈ જઈ સંતોને ભેાજન કરાવી તારી પાસે પાછી આવીશ. તે વચન ઉપરથી સીધું સામાન વાણીઆએ તેને આપ્યું. તે લઈને ઘેર ગઈ, નામદેવ તથા જ્ઞાનેશ્વરને ભેાજન કરાવ્યા પછી કબીરને એકાંતમાં લઈ જઈને વાણીઆને વચન આપ્યાની હકીકત તેણીએ તેની આગળ કહી ને તેની રજા માગી. તે વખત વરસાદ ઘણો આવતો હતો. સબબ કબીરે તેને પોતાની ખાંધ ઉપર બેસાડી વાણીઆની દુકાને પહોંચાડી ને પોતે પાછો ઘેર આવ્યો. વાણીઓ તો રાહ જોયા જ કરતો હતો, તેથી કબીરની ઓરતને જોતાં જ ખુશ થયો; ને આવા વરસાદમાં અંધારામાં તું એકલી શી રીતે આવી એવું પૂછ્યું. તે વખત તેણીએ કહ્યું કે, તમે સંકટની વખતે સહાય કરીને સાધુસંતને અન્ન આપી સંતોષ્યા, એ ઘણું જ પુણ્યનું કામ થયું. એ તમારો ઉપકાર જાણીને મારા ધણી કબીરે મને પોતાની ખાંધ ઉપર બેસાડીને અત્રે પહોંચાડી. આ વાત સાંભણતાં જ વાણીઆને ઘણો પસ્તાવો થયો અને તેણે કબીરની ઓરતના પગ ઉપર માથું મૂક્યું, અને મેં તમારી છળના કરી, તેને મને માફી કરવી, એવું કહીને મેાટા ભાવથી કહ્યું કે, એટલું