આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪ : ગ્રા મો ન્ન તિ
 


એ બદી દૂર કરવા આપણે સહકાર્યની સહાય લીધી. શાહુકાર દૂર થયો ? ધીરાણ કરનારી મંડળીઓ નવા શાહુકારનું સ્વરૂપ ધારણ કરી શાહુકારની એક નવી પદ્ધતિ તો ઉપજાવતી નથી ?
૩. શાહુકારને આપણે ખૂબ વગોવ્યો, તેને વગોવવા માટે આપણે ઘણી દલીલો શોધી કાઢી. પરંતુ શાહુકારનાં બધાં functions–કર્તવ્યો સહકાર્યથી બજાવી શકાયાં છે ? શાહુકાર અને દેણદાર વચ્ચેના અંગત સંબંધ–intimate touch–શાહુકારને રાક્ષસ તરીકે ચીતરવા છતાં હજી સહકાર્યે મેળવ્યો નથી એમ કોઈ કહે તો એને માટે શો ઉત્તર છે ?
૪. ખેડૂતની ઉન્નત્તિ અર્થે સહકાર. ખેડૂતની સહકારદ્વારા કેટલી ઉન્નતિ થઈ એનાં દૃષ્ટાંતો આપણને મળી શકશે ? પાંતરીસ વર્ષમાં તો ખેડૂતની બૂમ બહુ વધી ગઈ છે.
૫. ખેડૂત સહકારદ્વારા કેટલે અંશે દેવામાંથી મુક્ત થયો એના આંકડા આપણને મળી શકશે ?
૬. દેવામાંથી મુકત થઈ એણે બીજું દેવું નથી કર્યું એવી જાતની તપાસ આપણે કરીએ છીએ ? કરકસરનો સદ્‌ગુણ આપણે ખેડૂતમાં ખીલવવા માગીએ છીએ. સહકાર્યની humours–હાસ્યકથનીઓ પણ નોંધવા સરખી છે. એક સહકારી મંડળીના સભ્ય તરીકે મળેલા ફાયદાની ખુશાલીમાં બ્રહ્મભોજન કરાવી દીધાનો દાખલો બહુ જાણીતો છે.
૭. સહકાર્ય જગતના કોઈપણ દેશમાં ખરા ગરીબો સુધી પહોંચ્યું નથી એ સહકારીઓ જાણે છે ? મધ્યમ વર્ગ અને ઉપલા વર્ગની આ લાભકારક રમત બની જાય છે એ તો ઉપલક નજરે આપણને જણાઈ આવે છે. સમાજવાદીઓ આ પ્રવૃત્તિને માથે આરોપ મૂકે