આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨ : ગ્રા મો ન્ન તિ
 

 ગ્રામજીવનમાં પરિપૂર્ણતા હતી તે કાળે ઉપરના ધંધા પ્રત્યેક ગામમાં હતા અને જે તે ધંધામાંથી ધંધાદારીને પૂરતું પોષણ મળતું. હવે ગામડાં ઉપરના ઉદ્યોગોને સંપૂર્ણ પોષણ આપતાં અટકી ગયાં છે. અને બદલાતા સંજોગોમાં આવા ધંધાદારીઓ કોઈ મોટાં ગામડાં પસંદ કરી તેમાં એકત્રિત થાય છે. એટલે નાનાં ગામડાંને જરૂર પ્રસંગે મોટાં ગામડાંમાં જતા રહેલા આવા ધંધાદારીઓનો આશ્રય શોધવો પડે છે. પાંચ–દસ નાનાં ગામડાંની વચ્ચે એકાદ મોટું ગામડું બંધાયલું હોવાથી અને ગામડિયા લોકો સાધારણ જવરઅવરથી ટેવાયેલા હોવાથી તેમને આવાં કામ કરાવી લેવા માટે બહુ મુશ્કેલી પડતી નથી.

નવીનતાની જરૂર

આવા કારીગરો હજી પોતાનાં કામ જૂની ઢબ ઉપર જ કરી રહ્યા છે. એટલું જ નહિ, જૂની ઢબમાં જે મહેનત અને ચોકસાઈ હતી એ મહેનત અને ચોકસાઈ ઓછી કરતા ચાલ્યા છે. થોડી કામચલાઉ Mechanism –યંત્રરચના આવા કારીગરોએ જાણવી જોઇએ. તેમનાં ઓજારો પણ તેમણે સુધારવાં જોઇએ અને નવી ઢબની શક્તિઓ–Powersનો પરિચય સેવવો જોઈએ. સરકાર ધારે તો વરાળ અને વીજળીના બળનો ઉપયોગ પ્રચારમાં લાવી શકે એમ છે–નિદાન ટૂંકા ક્ષેત્રમાં તો તે સંભવિત છે.

ઉદ્યોગોના નાશનું
પરિણામ

કમનસીબે યંત્રવાદ એટલો ખર્ચાળ છે કે તેનો નાના પ્રમાણમાં પણ ઉપયોગ કરવો એ અજ્ઞાન ગ્રામવાસીઓને મુશ્કેલીભર્યું થઈ પડ્યું છે. વણાટકામ તો મિલોએ લગભગ તોડી પાડ્યું છે. શહેરોનાં લોખંડી કે સુતારી કારખાનાં અનેક કારીગરોને બેકાર બનાવી મૂક્યા છે. એટલે સંપૂર્ણ પોષણ ઉદ્યોગમાંથી મેળવવા