આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે મત : ૧૧૩
 

 ઇચ્છતા ગ્રામકારીગરોએ નવી આવડત અને નવી સફાઈ શીખવી જ પડશે. નહિ તો ગ્રામકારીગરોને વર્ગ બહુ ઝડપથી લુપ્ત થઈ જશે. આવા કારીગરોના લુપ્ત થવાથી ગામડાંને અગર દેશને ખરેખર લાભ હોય તો તેમને લુપ્ત થવા દેવામાં ખાસ અડચણ નથી. પરંતુ તેમને લુપ્ત થવા દેવામાં ભય પણ રહેલો છે. બેકાર કારીગરો ગામડાં છોડી રઝળતા બની અને કોઈ મૂડીવાદી કારખાનાના મજૂર બની જાય છે, અને એ કારખાના દ્વારા દેખીતી સોંઘવારી નીચે ગામડાંને ભયંકર ગરીબી અને સ્વાશ્રય–હીનતામાં ધકેલી દે છે. આ ગામડાંમાં સંપૂર્ણ પોષણ મેળવી આપતા ઉદ્યોગોની વાત થઈ. વધારે મહત્વનો પ્રશ્ન પોષણમાં સહાયરૂપ થઈ પડે તેવા ઉદ્યોગોના પુનઃ ઉદ્ધારનો છે.