આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વચ્છતા : ૧૫૩
 

આપણા ગ્રામજીવનની આખી આર્થિક બાજુને સુધારી શકીએ એમ છીએ. એટલે આપણી સ્વચ્છતાના પ્રશ્નો વ્યક્તિગત અને સામુદાયિક બની જાય છે.

દેહની સ્વરછતા સ્નાનવિધિ માગી લે. હિંદમાં માનવી બે વાર નાહી લે તો તેનું અંગ જરૂર સ્વચ્છ રહે.

નિરુપયોગી તત્ત્વોના ઉત્સર્ગ માટે પણ યોજના હોવી જોઇએ. એનાં સ્થાન અનિશ્ચિત ન જ રાખી શકાય. એ તત્ત્વો ગંદકીનું સ્વરૂપ ધારણ કરી આપણને ધૃણા ઉપજાવે તો જાણવું કે આપણને સ્વચ્છ રહેતાં આવડતું નથી. દુર્વાસ એ કુદરતની સાવચેતી છે. દુર્વાસથી માનવી ન ચેતે તો એની પાછળ જરૂર રોગના હુમલા થવાના જ. આપણા ગ્રામજીવનના અનેક રોગ આપણી અસ્વચ્છતાને જ આભારી છે.

આપણી ગંદી ટેવો

આપણને દાતણ કરતાં ન આવડે. આપણાં દાતણ જગતના બધા ‘પેસ્ટ’ અને ‘પાઉડર’ને શિક્ષણ આપી શકે એમ છે. દાતણથી ન સંતોષાતા વર્તમાન યુવકને જીરા મીઠાનાં મંજન જરૂર ઉપયોગી થઈ પડશે. પરંતુ આપણી અવ્યવસ્થા આપણી દાતણની ક્રિયાને પણ હાનિકારક બનાવી દે છે. દાતણની ચીરીઓ ફાવે તેમ ફેંકવાની આપણી ટેવ અજાણી નથી. આપણી વધારેમાં વધારે કાળજી હોય તો–એટલી કે આપણા આંગણાંમાં ચીરીઓ ન નાખતાં પડોશીનાં આંગણામાં નાખવી. આપણો પડોશી પણ એ જ કાર્ય કરે. એટલે અસ્વરછતાની પરંપરા ચાલ્યા જ કરે. આ ચીરીઓની ફેંકાફેંકીમાંથી પડોશીઓ વચ્ચે થતા ઝઘડા પણ આપણા ગ્રામ તથા શહેરજીવનમાં અજાણ્યા નથી. પડોશીનાં સુખસગવડનો વિચાર ન કરનાર કુટુંબને આપણે ટૂંકી નજરનાં કહી શકીએ. પડોશીને થતા ત્રાસનો કશો જ વિચાર