આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શેરી અને ગામ : ૧૭૫
 


રાખેલા ભંગીઓની સંખ્યા આખા ગામની શેરીઓ સાફ રાખવા માટે પૂરતી નથી. એટલે હાથે કામ ન થઈ શકે એમ હોય તો સ્વચ્છતાનું કામ કરનાર માણસો વધારવા જ પડશે.

ગામાત સ્વચ્છતા

અહીં શેરી અને સમસ્ત ગામનો સંબંધ સ્પષ્ટ થાય છે. એક શેરીનો પ્રશ્ન એ આખા ગામનો પ્રશ્ન બની જાય છે. એક શેરીની મુશ્કેલી એટલે આખા ગામની મુશ્કેલી. એક શેરીની સરળતા એટલે આખા ગામને માટે એક સરળ માર્ગ.

સ્વચ્છતાનું કામ કરનાર નોકરો હોય તો તે અને તે ન હોય તો શેરીના ઘરદીઠ જરૂર પૂરતાં માણસો ભેગાં થઈ મુકરર સ્થળનો કચરો ગામ બહાર લઈ જવાની વ્યવસ્થા સરળતાપૂર્વક કરી શકે એમ છે. એ કચરામાંથી ગામાત ઉકરડા પણ બનાવી શકાય અને તેમાંથી કૃષિ ઉપયોગી ખાતર બનાવી શકાય. કચરાના ઘણા ભાગને બાળી નાખી નિરર્થક બનાવી શકાય. અગર કચરાનો કેટલોક ભાગ સૂર્યના તાપમાં ખુલ્લો રાખી તેનાં દુષિત તત્ત્વોનો આપોઆપ નાશ થાય એમ કરી શકાય. માત્ર કૂવા, નદી જેવાં જળાશયો પાસે ગામાત કચરો ન નાખો. વળી ગામની એટલે નજીક ન નાખવો જોઈએ કે જેથી દુર્વાસ ગામમાં આવે. એ માટે પવનની દિશા પણ સમજવી જોઈએ.

ગામનો કચરો એટલે ?

છાણ, અજીઠવાડ, ઘાસ, કાપલીઓ, ચીંથરાં, ફૂટેલાં ઠેબરાં, લાકડાંના કકડા, કાંટા, પાંદડાં, છાલાંકુશકા વગેરે. એનો નિવેડ ધારીએ એટલો મુશ્કેલ નથી.

ઉપરાંત માનવ ગંદકી. એ તો સ્વીકૃત વાત છે કે માનવીને પાંચ