આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦ : ગ્રા મો ન્ન તિ
 


આરોગ્ય પણ સારી રીતે સાચવી શકાય. ધૂળ એ ગામડાનો મહા ઉપદ્રવ છે. ગુજરાતમાં પથરાળી જમીન ન હોવાથી રસ્તાની સપાટી દડ કે રેતીવાળી સહજ બની જાય છે. પાકી સડક ઇજનેરોની ગણત્રી પ્રમાણે કરવા બેસીએ તો ખર્ચ અને કૉંટ્રાક્ટરોના નફાનો પાર આવે તેમ નથી. છતાં ગામડાની નજીક નદીઓ, નાળાં, ઝરણાં, વગેરે તો હોય જ; અને તેમાની રેતી તથા કાંકરીનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો આપણા ગામના રસ્તા પાકા જેવા જ બની જાય અને રસ્તાની સપાટી ધૂળરહિત બનાવી શકાય.

સમગ્ર વિચાર

ગ્રામસ્વચ્છતા આ પ્રમાણે કેટકેટલી વસ્તુઓ માગે છે, તે આ ઉપરથી આપણે સમજી શકીશું. સ્વચ્છતાનો આ પ્રશ્ન નીચેના સ્ફોટન પ્રમાણે સામાન્યતઃ ગોઠવી શકીએ.