આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૦ : ગ્રા મો ન્ન તિ
 


ઉદ્દેશને અજાણતાં નિષ્ફળ કરતી રોધક પ્રવૃત્તિ જોવામાં આવે છે એ દૂર થાય અને સંઘબળથી કામ કરવા કેળવાયલા ટોળાને સંકટના પ્રસંગો સોંપી શકાય; સીમ અને ગામની સાચવણી પણ તેમને સોંપી શકાય; કેળવાયલા સંઘદ્વારા શિક્ષણપ્રચાર પણ કરી શકાય. આમ સમૂહબદ્ધતાની, સંઘબળની, કવાયતની ગામડાંને ડગલે અને પગલે જરુર રહે છે. વ્યાયામ એ સઘળું ગામડાંને આપી શકશે.

સ્ત્રીઓ અને વ્યાયામ

ગ્રામબાલકો અને ગ્રામયુવકોની સાથે ગ્રામબાલિકાઓ અને યુવતીઓનો પ્રશ્ન પણ ઉકલી શકે છે, અંગમહેનત સહુને એક બનાવી દે છે. ગ્રામજીવનમાં તો સ્ત્રીઓ પુરુષોની બરાબરી કરી શકે એટલાં નાનાં મોટાં કામ કરે છે. નગરવાસી સ્ત્રીઓ જેટલી મિથ્યા નવરાશ ગ્રામસ્ત્રીઓને હોતી નથી એટલે પડદો, લાજ, ઘરમાં પુરાઈ રહેવું અને માત્ર વસ્ત્રાભૂષણ સજી નટીઓ બનવું એ બધું ગ્રામજીવનની સ્ત્રી પ્રવૃત્તિને રોધે એમ નથી. સ્ત્રીઓને પણ પુરુષના જેટલી જ–તેમના કરતાં પણ વધારે–કાળજીભર્યો વ્યાયામની જરૂર છે. એમના ગરબા, રાસ, વલોણાં, ખળાં, રસોઈ, સમૂહજીવન, વ્યવસ્થા અને કવાયત માગે છે. ગીત ગાઈ કૂચ કરતા સ્કાઉટોએ ભૂલવું ન જોઈએ કે દળતાં અને ખાંડતાં સ્ત્રીઓ કાર્યને અનુરૂપ ગીત ગાઈ શકે છે, અને ડોલનબદ્ધ નિયમિત હલનચલન કરી શકે છે. જૂનાં ગીતો હજી છેક ભૂલાયાં નથી. આજના સાહિત્યકારો ગ્રામજીવનના પ્રસંગોને આનંદમય, ઉત્સાહમય, સંઘબળવર્ધક બનાવી શકાય એવાં ગીતો આપી શકશે ? ગ્રામજીવનમાં સહુનો ખપ છે. વ્યાયામનો પણ.

ગ્રામજનતાને વ્યાયામ ખૂબ ઉપકારક છે. ગ્રામઆરોગ્ય એથી