આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨ : ગ્રા મો ન્ન તિ
 


તો જોઈએ સાચા સેવાભાવી સાધુ અને ધૂની કામકરંદો ફકીર. મહિનામાં એકાદ બે રાત્રી કે દિવસ ગાળી ગામલોકોને બોલાવી તેમને મૂર્ખ બનાવી તેમની ખામીઓ બદલ શિખામણ આપી બોધ કરી ઘણું ઉપયોગી કામ કર્યું એમ માની રાત્રે ચૉરાના પલંગમાં સૂઈ જનાર અમલદાર કરતાં ઝૂંપડી બાંધી થાણું નાખી પડેલી એક સચ્ચરિત્‌ સામાન્ય સેવક ગ્રામોન્નતિનું કામ વધારે સફળતાથી કરી શકશે.

ગ્રામોન્નતિ એટલે
શાસ્ત્ર અને પ્રયોગ

કારણ ગ્રામોન્નતિના પ્રશ્નો બહુ કપરા બની ગયા છે. ગામડાંના દેખાવથી માંડીને ગ્રામજનતાના સંસ્કાર સુધીના વિષયો એ ગ્રામ-ઉન્નતિના વિષયો બની ગયા છે. મરજીમાં ફાવે તે રીતે ગ્રામોન્નતિ કરવાની ભૂમિકા હવે પસાર થઈ ગઈ છે, અને એ પ્રશ્ને આખા શાસ્ત્રનું સ્વરૂપ ધારણ કર્યું છે. એટલે એ પ્રશ્ન અભ્યાસયોગ્ય વિષય બની ગયો છે. એટલું જ નહિ, પરંતુ તે એક મોટા વ્યવહારૂ કાર્યક્રમનું અવલંબન કરતો બની ગયો છે. તે અભ્યાસ અને પ્રયોગ બંનેને માગતા શાસ્ત્રની ભૂમિકાએ આવી ઊભો છે.

પ્રયોગો

તેના અભ્યાસ અને પ્રયોગ બદલ ઠીક ઠીક પુસ્તકો રચાયાં છે. પંજાબના ગુરગામ જિલ્લાના કમિશનર બ્રૅને એ બદલ લગભગ ધ્યાન ખેંચતી શરૂઆત કરી છે. અને સારા પ્રયોગો પણ કર્યા છે. વડોદરા રાજ્યમાં પણ થતા પ્રયત્નો પરસ્પર સંકલિત બનાવાય તો એક ગ્રામોન્નિતિની વડોદરાપદ્ધતિ નામની એક સ્વતંત્ર ધ્યાન ખેંચવા લાયક વ્યવસ્થા જાહેરમાં આવી શકે. એ સિવાય મૈસુર, મદ્રાસ વગેરે પ્રદેશમાં ઓછા વધતા પ્રયત્નો થઈ રહ્યા છે. માર્તંડમમાં કેન્દ્રસ્થાન સ્થાપી બેઠેલા ડૉકટર હૅચનું કામ પણ વ્યવસ્થિત છે. મિશનરીઓની