આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામોન્નતિ : ૧૩
 


શાળાઓ, કૃષિક્ષેત્રો અને દવાખાનાં પણ આછીપાતળી ગ્રામોન્નતિના પ્રયત્નો કરે છે. દયાળબાગ અને કિર્લોસ્કરવાડી ઉદ્યોગ ઉપર ભાર મૂકી કાર્ય કરતા પ્રયોગો છે. ભીલસેવામંડળ જેવાં મંડળો પણ આ કાર્યમાં પ્રવૃત્ત બનેલાં છે. ખ્રીસ્ત સેવાસંઘનું કાર્ય પણ જાણીતું છે. સર ડેનીયલ હેમિલ્ટનની સુંદર વનપ્રદેશમાં શરૂ થએલી સહકારી વસવાટની યોજના પણ ધ્યાન ખેંચી રહી છે. વર્ધાની મગનવાડી પણ એક મહાકેન્દ્ર બની ગઈ છે. આમ કૃષિ ઉપર, ઉદ્યોગ ઉપર, આરોગ્ય ઉપર અને કેળવણી ઉપર ભાર મૂકી ગ્રામ–ઉન્નતિના પ્રયોગો ચારે પાસ થયે જાય છે. સહકારી મંડળી, પંચાયત, પુસ્તકાલય, ઔષધાલય એવી એવી સંસ્થા દ્વારા ગ્રામોન્નિતિના પ્રશ્નો ઉકેલવા મંથન ચાલી રહ્યું છે.

આમ ગામડાંના આખા જીવનમાં પરિવર્તન કરવા ઈચ્છતી ગ્રામોન્નતિ એટલે શું ? એમાં ક્યાં તત્ત્વોની ગણના થાય ? એ તત્ત્વોને પરસ્પર શો સંબંધ રહેલો છે ? એ પ્રશ્નો સહજ વિચાર માગે છે.