આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખેતી સુધારણા : ૨૭
 


આર્થિક વિકાસ કેટલેક અંશે આવા વિભાગીકરણને લીધે પણ અટકે છે એ ભૂલવું ન જોઈએ. એકત્ર કુટુંબની ભાવના જ્યારે જાગ્રત અને જીવંત હતી ત્યારે જમીનના ટુકડાઓ ઉપર સહજ અંકુશ રહેતો, અને કુટુંબીઓ સઘળા મળી અમુક જમીનની ખેતીમાં હિતસંબંધ ધરાવતા. તેથી એક જાતનો સહકાર્ય સિદ્ધાન્ત અમલમાં આવતો. હવે સંયુક્ત કુટુંબ વિભક્ત બનતું જાય છે એટલે જમીનો પણ ટુકડે ટુકડે વહેંચાઈ જાય છે. પરિણામ એ આવે છે કે ખેતીથી ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે.

જમીન એકજથે
કરવાની જરૂર

આવા ટુકડાઓના ગેરલાભ અટકાવવા જમીન એકજથે કરવાના પ્રયત્નો પણ સહકાર્યના સિદ્ધાન્ત અનુસાર કરવામાં આવે છે. તેનું પરિણામ જોઈએ

એવું નથી જ આવ્યું. છતાં ટુકડાઓ પાડવામાં સમાયલું અનિષ્ટ એ સહુને દેખાય એવું છે. એ વ્યક્તિગત ટુકડાઓને કૃષિના કાર્ય અર્થે ભેગા કરી સામટી જમીનમાં ખેતીના વિસ્તૃત પ્રયોગો કરી ઉત્પન્ન વધારી વહેંચી લેવાની મોટી જરૂર આજે ઊભી થઈ છે.

જમીન મહેસૂલની
પદ્ધતિ, ભાગબટાઇ
અને રૈયતવારી

ઉપરાંત જમીન મહેસૂલની પદ્ધતિ પણ કૃષિના વિકાસમાં કેટલેક અંશે વિઘ્નરૂપ છે એમ વિચારકો જણાવે છે. જમીન સહન ન કરી શકે એવો જમીન ઉપર વેરો રૈયતવારી પદ્ધતિમાં દાખલ થઈ જાય છે એવી માન્યતા જોર ૫કડતી જાય છે. પ્રાચીન ભાગબટાઈ પદ્ધતિમાં એક તત્ત્વની ચોકસાઈ હતી : જમીનમાં જે ખરેખર ઊપજે તેનું અવલંબન લઇને સરકાર પોતાનો દર વર્ષે ભાગ લે. રૈયતવારી પદ્ધતિમાં જમીનમાં ઊપજવાની જે શક્યતા સરકારી અમલદારો નક્કી કરે તે શક્યતાનું