આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮ : ગ્રા મો ન્ન તિ
 


અવલંબન લઇ સરકાર પોતાનો ભાગ દર વર્ષ માટે પંદર કે ત્રીસ વર્ષ સુધી નિશ્ચિત કરી તે પ્રમાણે વેરો લે છે. એક ખરેખર ઉત્પન્ન ઉપર અને બીજુ શક્ય ઉપર આધાર રાખે એમાં શું પસંદ કરવા જેવું હોય તે સહજ સમજી શકાય એમ છે.

બન્ને પદ્ધતિના દોષ

છતાં ભાગબટાઈ પદ્ધતિમાં દોષ નહોતા એમ કહેવાય નહિ; સરકારના નોકરોમાં એથી લોભલાલચ મોટા પ્રમાણમાં જાગવાનો સંભવ રહેલો છે એ ભૂલવાનું નથી. તે જ પ્રમાણે રૈયતવારી પદ્ધતિમાં જમીનના દર નક્કી કરનારા અમલદારો સામાન્યતઃ સરકારમાં વધારો દેખાડવાની લાલસા છોડી શકતા નથી એ પણ ભૂલવા જેવું નથી. એટલું તો ચોક્કસ છે કે આજના દર ખેડૂતને પોસાતા નથી. ખેતીવાળી જમીનનું મહેસૂલ આયપત વેરાની ઢબે – ખરેખરા ઉત્પન્ન ઉપર લેવું જોઈએ એવી પણ સંભાવના કેટલાક વિચારકોને માન્ય બની છે.

ખેતીવાડી કમીશન

ખેતીનો આ મહત્ત્વનો પ્રશ્ન હિંદમાં તો ખૂબ ચર્ચાઈ રહ્યો છે. એક મહા મંડળ–કમીશને એક દસકા ઉપર હાલના નામદાર વાઇસરૉય લૉર્ડ લીનલીથગોના પ્રમુખપણા નીચે એક વ્યાપક નિવેદન પણ બહાર પાડ્યું છે.

સરકારી ખાતાં અને
પ્રયોગક્ષેત્રો

પ્રાન્તિક સરકારો અને દેશી રાજ્યોમાં ખેતીવાડી ખાતાં સ્થપાઈ ગયાં છે, અને એ ખાતા દ્વારા પ્રયોગક્ષેત્રો ઉપર પાકના અખતરા થાય છે, ખાતર અને પાકનાં પ્રમાણ વિચારાય છે, ખેતીનો નાશ કરનારાં જીવજંતુનો તથા રોગનો સામનો કેમ કરી તેના પ્રયોગો થાય છે, અને પ્રયોગક્ષેત્ર ઉપર મેળવાયલા અનુભવને