આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પશુ-સુધારણા : ૩૫
 


કૃષિની સાથે પ્રત્યક્ષ સંબંધ ધરાવતાં જનાવરોમાં આપણે ગાય અને બળદને ગણાવી શકીએ. હળ ખેંચવા, ગાડાંમાં જોડવા, ઘાણી કે શેરડી પીલવાના યંત્રને–કોલુને ચલાવવા, કોસે જોડવા બળદનો જ મુખ્યત્વે ઉપયોગ થાય છે. બળદ વગર ખેતી શક્ય નથી.

ગાય વગર બળદની ઉત્પત્તિ ન જ હોય.

ઉપરાંત ગાય કૃષિ સાથે સંકળાયેલા ગોપાલનના ધંધામાં પણ બહુ ઉપયોગી પ્રાણી છે. એવી જ રીતે ભેંશ પણ ખાસ કરીને ગુજરાતમાં ગોપાલન–દૂધઘીના ઉત્પાદનમાં બહુ જ મહત્ત્વનું પ્રાણી ગણી શકાય.

આમ એક પાસ ખેતી દ્વારા અનાજ આપતા અને બીજી પાસ દૂધઘી જેવા પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પૂરા પાડતા આપણા પશુધનની દશા આપણા કૃષિકારો સરખી જ–તેથી પણ વધારે દીન છે એમ કહીએ તો ચાલે.

હિંદમાં જેટલો માણસ એથી અર્ધાં જનાવર એમ કહેવું એ તેમ રહેલા કટાક્ષને ગાળી કહાડતાં સંખ્યાની દૃષ્ટિએ પણ સાચું છે. લગભગ અરાઢ કરોડ કૃષિઉપયોગી અને ભારવહન તથા ગૃહઉદ્યોગમાં કામ લાગતાં પશુઓ, ઘેટાં, બકરાં, ઘોડા, ઉંટ, ગધેડાં, ગાય, ભેંશ તથા બળદ એ સર્વ માનવજાતનાં પશુમિત્રો આપણા જીવનની સાથે જ જડાયલાં છે એમ કહીએ તો ચાલે. પશુ વગર ખેતી નહીં.

પશુ પ્રત્યેનું વર્તન

પરંતુ એ મહામોંઘા મિત્રોને આપણે કેવી રીતે રાખીએ છીએ ? તબેલામાં તેમને રાખતા હોઈએ તો એ જગા ગંદામાં ગંદી હોય.

ગૌચર પૂરતું ન હોય અગર હોય તો તે ખરાબમાં ખરાબ જમીનમાં આવેલું હોય. કુદરતી રીતે જે ઘાસ કે ઝાંખરાં ઉગે તેને