આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦ : ગ્રા મો ન્ન તિ
 


કારણો આપ્યાં છે. ઢોરને માટે બીડ ન હોય તો રબારીના ઢોરસમૂહે ક્યાંથી ખોરાક મેળવવો ? રબારી ઢોરને ખેડાયલાં ખેતરોમાં છોડી મૂકવા ટેવાય છે, ખેડૂતોના પાકને એથી નુકસાન થાય છે, અને ખેડૂત તથા રબારી એ બે વર્ગ વચ્ચે વૈમનસ્ય વધી મારામારી અને ભેલાણના ગુનાઓ બનતાં ગામની સ્વસ્થતા ડગમગી જાય છે. રબારી અને ખેડૂત વચ્ચે ખૂબ મીઠો સંબંધ હોવો જોઇએ એને બદલે એ કોમો વચ્ચે દુશ્મનાવટ જાગે છે.

રબારીને પશુઉછેરનું ઐતિહાસિક કામ કરવા દેવું હોય તો તેનાં ઢોરને પૂરતો ચારો મળે એટલી જમીન તેને આપવી જ જોઇએ.

જનાવરોનાવાળ
તથા ઉન અને
ગૃહઉદ્યોગ

વળી બકરાં અને ઘેટાંના વાળ કે ઉનમાંથી થતા કામળા, ધાબળા અને ઘોડાના વાળમાંથી થતી ચમરી આપણને જનાવરોના પાલનમાં રહેલી બીજી શક્યતાનો વિચાર કરવા પ્રેરે છે, જે વિષે ગૃહઉદ્યોગના વિવેચનમાં આપણે સહજ જોઇશું. હાલ તો ઢોર એ ખેતીમાં આવશ્યક અને ગોપાલનના ગૃહઉદ્યોગને લીધે અતિ ઉપકારક આર્થિક સંપત્તિ છે એટલું જ કહેવું બસ થશે. વળી જનાવરો ભારવાહક બની માલ લઈ જવા લાવવાના સાધન તરીકે પણ બહુ મહત્ત્વનું કાર્ય કરે છે એ વસ્તુસ્થિતિ તરફ ધ્યાન આપવાની પણ જરૂર છે.

ભારવાહક પશુઓ

હજી કપાસનાં ગાડાં ભરાઈને જતાં આપણે જોઈએ છીએ ત્યારે બળદની ભારવાહક તરીકેની અગત્ય આપણા ધ્યાનમાં આવે છે. કપાસ જ માત્ર નહિ પરંતુ અનાજ, ઈંટો, માટી, લાકડાં, ઘરવાખરો, વ્યાપારની વસ્તુઓ અને વળી માણસોને સુદ્ધાં લઈ જવા લાવવા માટે હજી