આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પશુ–સુધારણા : ૪૧
 


પણ ગાડાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, અને આગગાડી તથા મોટર લારીઓના ઝડપભર્યા પ્રવેશ છતાં ગાડાંએ પોતાનું મહત્વ સાચવી રાખ્યું છે. અનેક ગામડાં એવાં છે કે જ્યાં ગાડાં વગર જઈ આવી શકાય જ નહિ. અરે રેલવે સ્ટેશને ઉતરેલા માલને પણ ગામ કે શહેરમાં ખેંચી જવા માટે આજે પણ આપણે ગાડાં વપરાતાં જોઈએ છીએ !

અને એ ગાડાં ખેંચનાર તો બળદ જ ને ?

વણઝારાની પોઠઠ હજી તદ્દન લુપ્ત થઈ ગઈ નથી.

ઊંટ અને ગધેડાં હજી ગુણ ઉપાડી જાય છે.

પશ્ચિમની માફક ઘોડા હિંદના કૃષિ ઉપયોગમાં ખાસ આવતા નથી એ ખરું. પરંતુ લશ્કરમાં રહેલું તેમનું મહત્ત્વ બાજુએ રાખીએ તો પણ સવારી માટે, તેમજ ગાડી ટાંગાના ભાર ઉપાડી જવા માટે ઘોડા હજી ઘણા જ ઉપયોગી છે. એ સુંદર જનાવર ગામની માફક માનવીના સંસ્કારવિકાસમાં ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

આમ ખેતીમાં, પોષણમાં, નિત્ય ઉપયોગમાં, ભારવહન કરવામાં, ગૃહઉદ્યોગમાં કામ આવતા આપણા પશુધનને આબાદ કરવાની બહુ જ જરૂર ઊભી થઈ છે. એ માટે

પશુનું પોષણ કરવામાં વિપુલ સાધનો આપણે રાખવાં જોઈએ. પૂરતાં ગૌચર અને ગૌચરની દક્ષતાભરી વ્યવસ્થા એ સાધનોમાં મુખ્ય સાધન છે. જો કે બની શકે ત્યાં ખાનગી ઘાસ–ઉછેરનાં વિશિષ્ઠ ક્ષેત્રો રખાય તો તે પણ સારૂં.

પશુને રોગમાંથી મુક્ત રાખવું જોઈએ અને તેને માટે દવાખાનાં અને દર્દના ઉપચારનાં સાધનો બહોળા પ્રમાણમાં