આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮ : ગ્રા મો ન્ન તિ
 



રાજ્ય અને રસ્તો

સુધરેલી જનતાનો સુધારો તેના રસ્તાઓ ઉપરથી માપી ન શકાય. છેક જંગલી લોકોનાં રહેઠાણમાં રસ્તા ભાગ્યે જ હોય છે. રસ્તાનો મુખ્ય ઉદ્દેશ માણસની અવરજવર અને માલની લાવજા માટે હોય છે. પરંતુ એ અવરજવરનાં કારણો ઉપર રસ્તા મોટાનાના થાય છે. એ કારણો અને એને અંગે કેવા રસ્તા કરવા પડે છે તેનો સહજ વિચાર કરીએ તો પ્રથમ રાજકીય કારણ નજરે પડે છે.

રાજ્યનાં મહત્ત્વનાં સ્થાનોમાં ઝડપથી લશ્કરો મોકલી શકાય એ ઉદ્દેશ ધ્યાનમાં રાખીને પ્રથમ તેમ જ આજ પણ રાજસત્તા તરફથી રસ્તાઓની રચના થાય છે. રાજ્યનાં મહત્ત્વનાં સ્થળ રાજધાનીને લીધે, અધિકારીઓનાં મુખ્ય સ્થળ હોવાને લીધે અગર સરહદ સાચવવાના કારણે મહત્ત્વ ધારણ કરે છે, અને એ રાજકીય મહત્ત્વને લીધે ઔદ્યોગિક મહત્ત્વ પણ તે સ્થળો પ્રાપ્ત કરે છે. કેટલીક વખત મહત્ત્વનાં સ્થળ હોવાથી પણ તે સ્થળો રાજકીય મહત્ત્વ પ્રાપ્ત કરે છે. આવાં સ્થળોને જોડનાર રસ્તાઓ બનાવવાનું અને તેમને દુરસ્તીમાં રાખવાનું કાર્ય રાજસત્તા કરે છે, અને એવા રસ્તા રાજમાર્ગ–Trunk Roads તરીકે ઓળખાય છે.

જળમાર્ગ અને રેલ-
માર્ગ

જળમાર્ગ અને રેલમાર્ગની અત્રે સમીક્ષા કરવાની જરૂર નથી. જળમાર્ગને રેલમાર્ગે બહુ ધક્કો પહોંચાડ્યો છે. જળમાર્ગ હવે લગભગ નિરર્થક બની ગયો છે. રેલમાર્ગ મૂળ બ્રિટિશ કંપનીઓએ વ્યાપારી દૃષ્ટિથી અને બ્રિટિશ અમલની સલામતીના ઉદ્દેશથી સ્થાપેલો છે. એના ઉદ્દેશમાં જ નફો રહેલો છે, એટલે આડકતરી રીતે તેનાથી ન છૂટકે લાભ થયા હોય તે સિવાય ગ્રામ્યજનતાના લાભ કેટલે અંશે જોવાયા કે જળવાયા છે તેનું વિવેચન મોટા