આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર સ્તા : ૫૧


એ પ્રકારો અત્યંત ખર્ચાળ હોવાથી મોટાં શહેરો અને રાજનગરો સિવાય બીજે બહુ ઉપયોગમાં લેવાઈ શકાયા નથી. યુરોપ અમેરિકાના દેશોમાં તો આવા રસ્તા ગામડે ગામડે હોય છે એમ કહીએ તો ચાલી શકે. મૈસોર, સિલોન, જાવા, બાલી, પંજાબ વગેરે પ્રદેશોમાં પણ આવા ડામરના રસ્તાઓનો ગ્રામવિકાસમાં સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગામડે ગામડે સારી સપાટીવાળા, ઝડપી વ્યવહારમાં ઉપયોગી, તંદુરસ્તીને લાભપ્રદ થઈ પડે એવા રસ્તા બનાવી શકાય એ સ્વપ્ન શક્ય ત્યારે જ બને કે જ્યારે હિંદની આખી રાજ્યપદ્ધતિ બદલાઈ જાય, રાજ્યનાં નિરર્થક ખર્ચ ઓછાં થાય, રાજ્ય–ઉત્પન્નનો ઘણો ભાગ લોકોપયોગી કાર્યોમાં જ ખર્ચાય અને ગ્રામજનતા સંગઠિત બની પોતાના હક સાથે પોતાની ફરજો અદા કરવાની પણ તૈયારી બતાવે. પરંતુ ગામડે ગામડે ડામરના રસ્તા થાય તે પહેલાં આપણા ઉપમાર્ગો અને ગ્રામમાર્ગો નિદાન સીધા, ખાડા વગરના, જવરઅવરને સુલભ બનાવે એવા પહોળા અને છાયાવાળા તો બનાવી જ શકાય. હાલ તો રસ્તાઓ માત્ર ચોમાસામાં પાણી જવાના વહેળારૂપ અગર ઢંગધડા વગરના, નિરર્થક વાંકવળોટવાળા અને મોટે ભાગે દુર્ઘટ બની ગયેલા હોય છે. ગ્રામજનતા ધારે તો પોતાની અંગ મહેનતથી ગ્રામરસ્તા તો સારા રાખી જ શકે.

રસ્તા ઉપર રોપવાનાં વૃક્ષોનો ખ્યાલ પણ આ સાથે ભૂલવા સરખો નથી. વૃક્ષોનું જૂથ રસ્તાને શિતળતા આપે છે, શોભા આપે છે અને થાકેલાં માણસો અને વાહનોને વિશ્રાંતિ આપે છે. બળતણનાં સાધન અને વરસાદના આકર્ષણ તરીકે પણ ગ્રામરસ્તાઓ સુઘટિત અને ભરચક વૃક્ષારોપણની યોજનાઓવાળા હોવા જોઈએ.

રેલ્વે સ્થાપન થઈ ચૂકી છે એટલે હવે બધા જ રસ્તાઓ એને મદદરૂપ થઈ પડે એવા રચાવા જોઈએ. ખેડૂતોનો માલ મોકલવો અને