આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહુકારી પદ્ધતિ : ૬૫
 


શાહુકાર

તે વાચાળ હોય છે, બુદ્ધિશાળી હોય છે, જરુર પડે ત્યાં અત્યંત નમ્ર બનવાની અને સ્વાર્થ હોય ત્યાં અત્યંત સખ્ત થવાની માનસિક શક્તિ પણ ધરાવે છે. તેને મહેનતનો કંટાળો નથી; ટાઢ તાપ કે વરસાદથી તે થાકતો નથી. ગામડે ગામડે, ગામડાનાં ઘર ઘરમાં અને ખેતર ખેતરમાં તે રખડી શકે છે. ખેતીની મોસમનો તેને પૂરો ખ્યાલ હોય છે. ખેડૂતના પાકની તે ઠીક ઠીક ખબર રાખે છે, અને પાક તૈયાર થઈ ખળામાં કે ખેડૂતના ઘરમાં આવે તે અરસામાં જ તે પોતાની ઉઘરાણી માટે તેમ જ માલના વેચાણ માટે હાજરાહજૂર થઈ શકે છે. કોને ત્યાં કેટલો પાક થશે તેને અંદાજ તેણે કાઢી મૂકેલો જ હોય છે.

ઘણીવાર આ શાહુકાર દુકાનદાર પણ હોય છે.

શાહુકાર પ્રત્યે ગ્રામજનતા માન અને ભયની મિશ્રિત લાગણીથી જૂએ છે, કારણ ગ્રામવિભાગની આર્થિક યોજનાનો વિધાયક આ શાહુકાર જ હોય છે. ખેડૂતની પાસે તો પૈસો હોતો નથી. જરુર પડે ત્યારે આ જાદુગર ખેડૂતને પૈસો દેખાડે છે. ગ્રામ-આર્થિક રચનાના પાયારૂપ આ શાહુકારને સારી રીતે સમજવાની જરુર છે.

ખેડૂતની જરૂરીયાત

ખેડૂતને અને ગ્રામજનતાને ડગલે પગલે પૈસાની જરુર પડે. ખેડૂત દેવાદાર તો છે જ, પરંતુ તેણે જીવવા માટે ખેતી તો કરવી જ જોઈએ. ખેતી સિવાય અને ખેતી ઉપરની મજૂરી સિવાય તેને જીવવાનો બીજો માર્ગ નથી. ખેતી માટે તેને બી ખાતર જોઈએ-થોડે અંશે બી સંઘરી રાખવાની પદ્ધતિ હોવા છતાં. ખેડૂતને ઓજાર જોઈએ અને ઓજાર હોય તો તેની દુરસ્તી પણ કરાવવી જોઈએ. ખેડૂતને ખેતી કરવા માટે બળદ જોઈએ, અને એ બળદની જોડ ખેડૂતની આવકના પ્રમાણમાં ભારે કિંમતની ગણાય. ખેતી પહેલાં