આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દુઃખદ આશ્ચર્ય વચ્ચે
૧૭૯
 


જલાલપર–બાદલા જેવા પાણીવાળા ગામના હોવાથી ગામની નદીના પાણીની પ્રતિષ્ઠા જાળવવા એમણે બેઠો સત્યાગ્રહ શરૂ કર્યો અને શ્રીભવનમાંથી એક તસુ પણ ખસવાનો ઇનકાર કરેલો. અત્યારે યજ્ઞના “સ્વાહા ! સ્વાહા !” એવા સમર્પણના સૂત્રોચ્ચાર, અને બ્રહ્મર્ષિઓના મંત્રોચ્ચાર વચ્ચે પણ દૂરદૂર બેઠે સત્યાગ્રહ કરી રહેલા જાનૈયાઓના સત્યાગ્રહના સામૂહિક સૂત્રોચ્ચાર સંભળાઈ રહ્યા હતા.

‘જલાલપર ઝિંદાબાદ !’

‘વખત વેરસી ઝિંદાબાદ !’

‘ઓમ્ સ્વાહા !’

‘ઓમ્ સ્વાહા !’

ચંડીયજ્ઞમાં ઘીની આહુતિ અપાતી રહી, વેદીની જ્વાળાઓ ઊંચી ને ઊંચી ચડતી રહી.

અષ્ટગ્રહ યોગ આગળ વધતો રહ્યો.

બ્રહ્મર્ષિઓ મંત્રોચ્ચાર કરતા રહ્યા, પણ સહુના પેટમાં એક ફડકો તો રમતો જ રહ્યો કે હમણાં પૃથ્વીનો પ્રલય થઈ જશે; અબઘડી જ વિમલ સરોવર ફાટશે ને ધરતી પર જળબંબાકાર થઈ જશે.

શ્રીભવનનો દેખાવ કોઈ જંગી શહેર જેવો થઈ ગયો છે. સેંકડો બ્રહ્મપુત્રો ને હજારો દર્શાનાર્થીઓથી આ વસાહત ઊભરાઈ રહી છે. યજ્ઞનાં પુણ્યનો લાભ લઈને અષ્ટગ્રહીના તાપમાંથી ઊગરી જવાની લાલચે અહીં ભાવિક માણસોનું કીડિયારું ઊભરાઈ રહ્યું છે.

પતિની સંગાથે, સર ભગનની જોડાજોડ બાજઠ ઉપર બેઠેલાં લેડી જકલને અત્યારે તિલ્લુની ચિંતા નહોતી, વિમલસરની ઉપાધિ નહોતી, જલાલપરના જાનૈયાઓની વ્યાધિ પણ નહોતી, એમને તે