આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘ગિરજા, આ શું ચાલી રહ્યું છે ?’

‘શેઠ, ચોથું મંગળ વરતે છે.’

‘શાનું મંગળ વળી ?’

‘તિલ્લુબહેનના લગનનું.’

‘કોની સાથે ?’

‘આ વખત વેરસીના ખીમચંદ સાથે.’

‘શું બોલ્યો ?’

‘શેઠ, તિલ્લુબહેનનાં ઘરણપાણી એના ઘરમાં જ લખ્યાં હશે એ મિથ્યા કેમ થાય ?’

‘હરામખોર ! આમ કોઈનાં લગન કરાવી દેતાં શરમ નથી આવતી ?’

‘શેઠજી ! લગન ન કરાવું તો મને ગરીબ બ્રાહ્મણને દાપાંદખણાં ક્યાંથી મળે ?’

‘અરે ડૅમ યોર દાપાં ને ડૅમ યોર દક્ષિણા,’ શેઠે ગર્જના કરી, ‘આ લગન કહી નહિ થઈ શકે.’

‘હવે તો પૂરાં થઈ ગયાં, શેઠજી. આ ચોથું મંગળ પણ પૂરું થયું, લો !’

‘અરે મંગળ–બંગળ માર્યાં ફરે. આ ગામડિયા ગમારને હું મારી છોકરી કદી નહિ પરણાવું.’

તિલ્લુ બોલી : ‘પણ અમે તો પરણી ગયાં, પપ્પા !’

‘હું જોઈ લઈશ, આ વખત વેરસીનો છોકરો અહીંથી જીવતો બહાર કેમ નીકળી શકે છે.’

‘ક્ષેમુ !’ તિલ્લુએ ખીમચંદને સંકેત કર્યો. એને કાર્તિકેયની ભૂમિકા આપ્યા પછી તિલ્લુએ ખીમચંદના તદ્‌ભવમાંથી તત્સમ સુધી જઈને ‘ક્ષેમેન્દ્ર’ એવું સંસ્કૃતકરણ કરી નાખેલું.

એ સંસ્કૃતમય વહાલસોયું સંબોધન સાંભળતાં જ ખીમચંદ સંકેત સમજી ગયો અને કેડ પરના મ્યાનમાંથી તલવાર ખેંચીને