આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંધકારનાં અંધારાં
૨૦૩
 


ક્વાર્ટર્સની પાછળની એક ઓરડીમાં પૂરી રાખવામાં આવતો હતો. એ ઓરડીમાં પરહેજ થયા પછી એ ‘ટિલ્લુ, ટિલ્લુ !’ એવી બૂમો પાડતો ત્યારે નજીકના શ્વાનગ્રહનાં કુરકુરિયાં ડાઉં ડાઉં ભસીને એને ઉત્તર આપતાં અને તેથી ખાનખાનાન તેમ જ લેડી જકલ બહુ રમૂજ અનુભવતાં. ભેજાગેબ બૅરિસ્ટરને પણ તેઓ પિંજરે પુરાયેલું પ્રાણીબાગનું જ કોઈ પ્રાણી ગણતાં. આ પરહેજ પ્રાણી મુક્ત બનીને મારકણું શી રીતે થઈ ગયુ તે સર ભગનને સમજાતું નહોતું. પણ અંધાધૂંધીને સમયે હસ્તીશાળામાંથી હાથી છૂટી જાય અને એ રમખાણ મચાવી મુકે એ જ ઘાટ બૅરિસ્ટર બુચાજીએ કર્યો હતો.

‘પકડો એ ચક્રમને !’ સર ભગને પોતાની આજુબાજુ ઊભેલાઓને હુકમ કર્યો.

‘અમારું ગજું નહિ, શેઠ.’

‘કેમ ?’

‘અરે, એની નજીક જાય છે. એના માથામાં પેલો લાકડાનો ધોકો ફટકારે છે. ઘણા માણસોને માથામાં ફૂટ થઈ ગઈ.’

‘તો તો એ ભેજાગેપને હું જેલભેગા જ કરીશ.’ કહીને સર ભગને ઊંચે સાદે અવાજ કર્યો, ‘અરે, કોઈ પોલીસને તો બાલાવો.’

‘શેઠ, પોલીસ લોકો અહીં સુધી આવી જ નથી શકતા.’

‘એને કોણ રોકે છે ?’

‘રોકતું તો કોઈ નથી પણ આ ધક્કામુક્કીમાં બિચારા જીવ ૨ગદોળાઈ જાય છે.’

‘આ તે કેવી વાત કરો છો ગધેડાને તાવ આવે એવી ! પોલીસ જેવા પોલીસ તે કાંઈ ૨ગદોળાઈ જતા હશે.’

‘એક આખો ખટારો ભરીને...’

‘શું?’

‘એક ખટારો ભરાય એટલા પોલીસ અહીં આવ્યા, એમાંથી