આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
ગ્રહાષ્ટક વત્તા એક
 

સામસામાં શૃંગારનાં ગીત ગાતાં હોય છે. એને બદલે આ માણસ રસોડામાં જ શા માટે આવ્યો ?

લતામંડપ મૂકીને રસોડામાં આવનાર એ માણસ ખાઉધરો હશે ? ભૂખાળવો હશે ? છપનિયાનો રાંક હશે ? કલાકાર છે, એટલે સાવ ભૂખડીબારસ હશે ? બાપગોતરેય ખાવાનું ભાળ્યું નહિ હોય? લૈલા–મજનૂની વાર્તામાં તો મજનૂ લોહી પીને જીવે છે. તો પછી આ નટરાજ પેલા દૂધ પીતા મજનૂ જેવો નકલી પ્રેમી તો નહિ હોય ?

તિલ્લુની તો, જાણે જીભ જ સિવાઈ ગઈ છે. ‘ક્યાં ગયો એ તારો કંદર્પકુમાર ?’ એવી પિતાની પૃછા સામે પુત્રી તો સાવ મૂંગીમંતર જ બેઠી છે.

લેડી જકલને પણ આજે તો અચરજ થયું. રોજ માતાપિતાના બે બોલ સામે ચાર ચોપડાવનાર, બટકબોલી ને ચિબાવલી પુત્રી આજે આટલી આજ્ઞાંકિત, આટલી સહનશીલ ને મૌનવ્રતધારી શેં બની ગઈ ?

‘એ માણસ આપણા બંગલામાં પેઠો જ શી રીતે ?’

નિરુત્તર.

‘પેઠો તો પેઠો, પણ પછી અહીંથી નાઠો શી રીતે ?’

નિરુત્તર.

‘એ ખાઈપીને ખેધે શાનો પડ્યો છે ?’

નિરુત્તર.

પાર્લામેન્ટમાં વિરોધપક્ષના સભ્યોની પેઠે પટપટ બેલવા ટેવાયેલી પુત્રી આજે નર્યા બદામ–પિસ્તા ને ગાયના ઘી ઉપર જ દિવસો ગુજારનાર ગરીબડા મૂક સેવકની પેઠે સાવ મૂંગીમંતર શેં થઈ ગઈ એ ભેદ તો સર ભગનને પણ ન સમજાયો.

વડીલોના એક વેણને ચાર કરીને વ્યાજ સાથે પાછાં વાળનારી આ અર્વાચીના આજે મધ્યયુગીન આજ્ઞાંકિત સુપુત્રીનો પેઠે