આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ત્યક્તેન ભૂંજીથાઃ
૧૯
 


‘જી હા, સાહેબ, મારકિટમાંથી જ છે, સેવંતીલાલે ફોન ઉંચકીને ‘હલ્લો હલ્લો’ કરતાં કહ્યું.

‘મારકિટમાં મૂકો ને પૂળો, હવે આખી પૃથ્વીનો પ્રલય આવી રહ્યો છે ત્યારે મારકિટના ભાવતાલને શું ધોઈ પીવા ?’

‘પણ કહે છે સોનામાં અણધાર્યો ઉછાળો આવી ગયો.’ સેવંતીલાલ ફોનના ભૂંગળા પર હાથ દાબીને બોલ્યા.

‘એ શાથી ?’

‘કહે છે કે લોકો હિજરત કરે છે ત્યારે માલમિલકત વેચીસાટીને સોનું લેતા જાય છે.’

‘સોનું સડે નહિ, એ વાત સાચી. કાગળની નોટો તો ઊધઈ ખાઈ જાય.’

‘પાટલો ઊંચે મથાળે ઊઘડીને સાંકડી વધઘટે બંધ રહ્યો છે.’

‘મરશે વાયદાવાળા.’

‘એરંડામાં નરમાઈ વધી છે.’

‘મારો ઝાડુ એરંડાને.’

‘સીંગદાણા દેશાવરની લેવાલીમાં ટકી રહ્યા હતા.’

‘રોશે એ રાતી પાઘડીવાળા.’

‘ઈસબગુલમાં વધારે નરમાઈ.’

‘એ તો ઈસબગુલ વિના પણ સહુ નરમઘેંશ જ થઈ ગયા છે ને ?’

‘શેરબજારમાં ટેકાના અભાવે કડાકો બોલી ગયો.’

‘કડાકો તો હજી બાકી છે. એ તો ચોથી ફેબ્રુઆરીએ બોલશે, મકર રાશિમાં આઠેઆઠ ગ્રહ ભેગા થશે ત્યારે.’

સેવંતીલાલે ફોન ઉપર હથેળી દાબીને કહ્યું : ‘કહે છે કે અષ્ટગ્રહ યુતિ વખતે ખગ્રાસ ગ્રહણ થવાનું છે અને ગ્રહણ ઘેરાતી વખતે વિમલ સરોવર ફાટવાની અફવા છે, એટલે ચારેય બાજુ ગભરાટ ફેલાઈ ગયો છે. એ ગભરાટને લીધે જ