આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવમો ગ્રહ
૬૩
 

 ભગવાનભાઈના ઘરમાં પાઘડીને બદલે ચોટલાનું જ ચલણ રહેવાનું. હવે એ ગુણ તિલ્લુમાં ન ઊતરે એ બને જ કેમ ?’

‘પ્રમોદકુમાર તો ભલો જીવ છે. અત્યારથી જ તિલ્લુનો પડ્યો બોલ ઉપાડી રહ્યા છે. એમની પેન્ટિયાકનું હોર્ન જરા કર્કશ છે એમ તિલ્લુએ કહ્યું કે તુરત પ્રમોદકુમારે એ બદલાવી નાખ્યું.’

‘જેણે ગાડીનું હૉર્ન બદલી નાખ્યું, એ માણસ બીજુ શું નહિ બદલી નાખે ?’

‘મને તો લાગે છે કે તિલ્લુનાં ભાગ્ય હવે ઊઘડી ગયાં. ભલું થયું, પેલા ઊખડેલ નાચણિયાના ફંદામાંથી છૂટી એ.’

‘રાહુના ગ્રાસમાંથી સુર્ય છૂટે, એમ જ.’

‘તમે તો આ આવતા ગ્રહણની જ લાહ્યમાં છો, તે બીજો કોઈ વિચાર જ નથી સૂઝતો ?’

‘પણ આ અષ્ટગ્રહીનું ગ્રહણ કાંઈ જેવું તેવું છે ?’

‘પણ આપણા દેશમાં તો દેખાવાનું નથી ને ?’

‘ના.’

‘બસ તો. દેખવું નહિ ને દાઝવું નહિ.’ તિલ્લુના રૂમમાંથી પતિ જોડે બહાર નીકળતા લેડી જકલે કહ્યું.

‘અરે, પણ દેખ્યા વિનાય દાઝવું પડશે.’

‘શી રીતે ?’

‘દુનિયાના બીજા દેશોમાં તો એ દેખાવાનું જ, અને એની અસર તો આખી માનવજાત ઉપર થવાની. ગિરજાનો ફલાદેશ ખોટો પડે જ નહિ.’

‘મૂઓ એ ભામટો. એણે તમારા મગજમાં આ તે કેવું ભૂત ભરાવી દીધું છે!’

‘ભૂત નથી ભરાવ્યું. સાચી વાત ઠસાવી છે. પાંચમી તારીખે પરોઢમાં જ પાંચ ને ચાળીસ મિનિટે ગ્રહણ ઘેરાવાનું છે એમાં