આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૯૭
 

તે લેખક – દિગ્દર્શક કે અન્ય વ્યક્તિ પણ હોય તે રંગમંચ પર આવનારાં પાત્રો જેવાં ને જેટલાં સમર્થ કલાકારો છે. એ કલા-કસબ છે. સંનિવેશમાં કે સંગીતમાંય કલ્પનાશીલતા સૂઝબૂઝ છે. માત્ર ઠઠારો નથી માત્ર નુસખા નથી એ માત્ર ખપાટિયાં, ખોખાં, બારણાં ઊભાં કરી દેનાર મિસ્ત્રી કે ફ્યુઝ નાખનાર ઇલેક્ટ્રિશિયન જેવી વાત નથી. સંનિવેશ, સંગીત, પ્રકાશ આયોજન એ લેખક-દિગ્દર્શકની 'અભિનેતાઓ જેટલી જ અગત્યની જીવંત સામગ્રી છે. વાતાવરણ સ્થળ, પ્રયોજન, શૈલી, ટેકનિક વ્યક્ત કરવા માટેનું માળખું છે. સૂક્ષ્મ ખૂબીઓને પ્રગટ કરવા માટે છે.' સરોજ પાઠક નાટકને સમૂહની કલા કહે છે ત્યારે તેની કલાથી માંડીને સંગીત, પ્રકાશને સંનિવેશ સુધીનાં બધાં જ પાસાંને એક સાથે જુએ છે. તેમણે મોટા ભાગની સમીક્ષા આસ્વાદમૂલક જ કરી છે. છતાં સંનિવેશ અને અન્ય પાસાંઓને ધ્યાનમાં રાખ્યાં છે એનું મહત્ત્વ સિદ્ધ-સાબિત કરી આપ્યું છે.

સરોજ પાઠક નાટકના વિષયવસ્તુને રસપ્રદ રીતે વ્યક્ત કરી નાટકનાં વિવિધ પાસાંઓને ધ્યાનમાં લઈ સમીક્ષા કરે છે. જરૂર લાગે ત્યાં સ્પષ્ટ શબ્દોમાં તેની ટીકા કરે છે. અલબત્ત, તેમનો આશય કર્ટન કૉલમાં આસ્વાદમૂલક રહ્યો હોવાથી નાટકો પ્રત્યેનું તેમનું વલણ પણ મહદ્અંશે ટીકાત્મક નથી રહ્યું.

જશવંત શેખડીવાળા (૧૯૩૧)

'હિત્યાલેખ' (૧૯૯૬)માં જશવંત શેખડીવાળાએ સ્વરૂપલક્ષી સમીક્ષા આપી છે. ૧૯૬૦થી ૧૯૮૦ દરમિયાન પ્રકાશિત નાટકોની સમીક્ષા – વિહંગાવલોકન તેમણે કર્યું છે. રંગભૂમિક્ષમતા અને વાચનક્ષમતાનો જેમાં સુયોગ હોય તેવાં કલાત્મક નાટક બહુ ઓછાં જોવા મળે છે. વ્યવસાયી કે શોખિયા નાટ્યમંડળો દ્વારા રંગમંચ પર ભજવાતાં નાટકો સૂઝ-સમજપૂર્વકનાં દિગ્દર્શન, અભિનય, સંગીત, રંગસજ્જાને કારણે રંગભૂમિ પર આકર્ષણ જમાવી શકે છે પરંતુ પુસ્તક રૂપમાં પ્રગટ થાય ત્યારે સાદ્યંત રસપૂર્વક વાંચી શકાતાં નથી, તે રીતે, સાહિત્યકૃતિ તરીકે વાંચવા ગમે તેવાં નાટકો રંગભૂમિ પર રજૂ થાય છે ત્યારે સાવ સામાન્ય પુરવાર થાય છે. મોટા ભાગનાં નાટકો સર્જનશક્તિ વિનાના નાટ્યકારો અને તખ્તા-રંગભૂમિનાં કળા કૌશલથી અનભિજ્ઞ સર્જકો દ્વારા લખાતાં હોવાથી નાટ્યક્ષેત્રે આવી વિષમ સ્થિતિ પ્રવર્તે છે.' 30

નાટકની પૂર્વ અને ઉત્તર સ્થિતિનું નિદાન તેમણે કર્યું છે. નાટકના આરંભથી તેમના સમય સુધીમાં તેમણે નાટકનો જે સમય જોયો છે તેનાથી બહુ સંતુષ્ટ નથી. નાટકનું શિક્ષણ આપનારાં વિદ્યાલયોની સ્થાપના થયા પછી નાટકની તેનાં વિવિધ અંગોની અનેક પ્રકારની શક્યતા-ક્ષમતાનો વિકાસ થવા માંડ્યો છે. પરંતુ તેથી સ્વયં નાટ્યકૃતિમાં કોઈ નવીન મોહક – વેધક કલાત્મકતા ઉમેરાઈ હોય યા કોઈ