આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

નાટ્યચિંતકોની શૈલી વિશે – વિચારો વિશેની ચર્ચા, સંસ્કૃત થિયેટર ઉત્ક્રાંતિ સંસ્કૃત નાટ્યમંડળ વિશેની ચર્ચા આવરી લીધી છે. રૂપકિતમાં યક્ષગાન, મણિપુરી નૃત્યની ચર્ચા પછીનાં પ્રકરણોમાં કરી છે. અહીં મણિપુરી નર્તન, યક્ષગાન, ઔર તોતા બોલા, નાટક સરીખો નાદર હુનર, શાકુંતલ, બાથટબમાં માછલી, તુફાન રફાઈ, દાદા, જસમા, એક પત્ર, પરિત્રાણ, અલગારી નટસમ્રાટ જસવંત ઠાકર આદિ લેખોમાં તેમણે નૃત્ય, નાટક અને કૃતિલક્ષી સમીક્ષા આપી છે. તેમણે રંગભૂમિ પર ભજવાતાં સ્વરૂપોને સાથે રાખ્યાં છે તેમાં તેમની નાટ્ય સમજનું એક પરિમાણ નજરે પડે છે.* કૃષ્ણકાન્ત કડકિયા નાટકને ભજવણીથી ઓળખે છે. 'નાટ્યલેખ'ને આધારે નહીં ભજવાયેલાં નાટકનાં પ્રયોગશિલ્પ તેમણે વિચારી નકશા સાથે તેનું વિવેચન - આલેખન કર્યું છે. તેમને મન પ્રયોગશિલ્પ વધારે મહત્ત્વનું છે.

મણિપુરી નર્તન એ આમ તો શ્રી ગોવર્ધન પંચાલના ગ્રંથનું અવલોકન છે. તેમાં મણિપુરી નર્તન ગુજરાતમાં કેમ ન આવ્યું તેનું તુલનાત્મક અધ્યયન છે. 'પ્રતિઘોષ' એ કૃપાશંકર જાનીના કાવ્ય સંગ્રહનું વિવેચન છે. તેમાં સંગીત તત્ત્વની નાટકમાં ઉપકારકતા વિશે વાત કરી છે. તેમણે કહ્યું છે કે 'સંગીત વગર નાટકને ચાલે જ નહીં.' કૃપાશંકર જાનીની કવિતાનો સંદર્ભ લઈ નાટકમાં સંગીતની ચર્ચા ચલાવી છે. 'પ્રતિઘોષ'નો આધાર લીધા વિના જ તેઓ આ ચર્ચા છેડી શક્યા હોત. 'પ્રતિઘોષ'નાં કાવ્યો અને નાટકના સંગીત વચ્ચેનો સંબંધ કંઈ સ્પષ્ટ થતો નથી. - યક્ષગાનમાં કર્ણાટકનું લોકનાટ્ય. લેખકે પોતે જોયેલા 'યક્ષગાન'નાં આકર્ષક તત્ત્વો વિશે વિગતે ચર્ચા કરી છે. વેશભૂષા, નર્તન સંગીત, મુખશોભા અને ભાષા આ પાંચ તત્ત્વો યક્ષગાનમાં આકર્ષણ જગાવે છે એમ તેમનું માનવું છે. તેમણે કહ્યું છે કે 'ભારતીય લોકનાટ્યોમાં એબ્સર્ડનું તત્ત્વ પણ પડેલું છે જ...' યક્ષગાનમાં આવાં ઍબ્સર્ડ તત્ત્વોવાળાં પાત્રો છે. 'ઔર તોતા બોલા' નાટક ભજવતી વખતે થયેલો ઊહાપોહ લેખકને લેખ કરવા પ્રેરે છે. મંચ પર ગાલિપ્રદાનની બાબતે થયેલા ઊહાપોહને આ લેખકે 'ગાળો પાત્રના પોતાના કે પ્રજાના લયસંવાદને પ્રગટ કરી આપતી હોય તો ગાલિપ્રદાનનું મહત્ત્વ છે. નીતિવાદીઓ ભલે આ નાટકને અશ્લીલ જાહેર કરે આ નાટક વારંવાર ભજવાવું જ જોઈએ' કહ્યું છે. લેખકના મતે ગાળો બોલવાનો પ્રસંગ સ્ટેજ પર એવી જગ્યાએથી આવે છે જ્યાં તેને મહત્ત્વ મળતું નથી, તે એવી જગ્યાએથી બોલાય છે જ્યાં સ્ટેજની-મંચની શક્તિઓ ઘટતી જતી અનુભવાય છે. આખીય ચર્ચા રસપ્રદ છે.

'નાટક સરીખો નાદર હુન્નર' શ્રી હસમુખ બારાડીનું નાટ્યવિવેચનનું પુસ્તક છે. તેના વિશે લેખક કહે છે કે 'આછીપાતળી નોંધો અને વિગતવાર વાચન દરમિયાન લખાયેલા છૂટક આ લેખોને વ્યવસ્થિત કરી ગ્રંથસ્થ કરવાનો આ પ્રયાસ