આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૩૩
 

આ સમીક્ષાઓ લખાઈ છે. છેલ્લા વિભાગમાં માર્ટિન એસ્લીનના નાટક વિશેના વિચારો અને પીટર બ્રુકના રંગભૂમિ વિશેના વિચારોના સારાંશનો અનુભવ કરીને મૂક્યો છે. આપણે ત્યાં આ રીતે વિવેચનનાં પુસ્તકો કે તેમાંના કોઈ બહુ અગત્યના ભાગનો સારાંશ કે અનુવાદ કરવાનો ચાલ નથી. ઉત્પલ ભાયાણી અહીં માર્ટીન એસ્લીનનાં 'એને ટોમી ઓફ ડ્રામા'ના પહેલા પ્રકરણનો સારાંશ રજૂ કરે છે, જે ધન્યવાદને પાત્ર છે. પીટર બ્રુકના રંગભૂમિને ઉપકારક – અપકારક તત્ત્વોની ચર્ચાનો સારાંશ પણ ઘણો મહત્ત્વનો છે. ઉત્પલ ભાયાણી સમીક્ષાને બદલે આ પ્રકારનાં ગહન પુસ્તકોનો ભાવાનુવાદ કરે તોપણ વિવેચનક્ષેત્રની ઘણી ઉત્તમ પ્રકારે સેવા કરી કહેવાશે. ઉત્પલ ભાયાણી 'નાટકનો જીવ' પુસ્તક દ્વારા કૃતિલક્ષી સમીક્ષા કરવાનો પ્રયત્ન કરે છે. તેમનો સંબંધ વિશ્વની રંગભૂમિ સાથે થયો છે એટલે અહીં પણ વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓ કે વિવાદમાં પડેલી કૃતિઓ વિશે પરિચયાત્મક શૈલીમાં આલેખન કર્યું છે. વિજય તેંડુલકર વિશેના 'સામાજિક નાટ્ય એક નૂતન ઉન્મેશ : વિજય તેંડુલકર'માં તેમની વિવેચન પ્રતિભાનાં દર્શન થાય છે. વિજય તેંડુલકર સાંપ્રત રંગભૂમિના સૌથી વધુ અસરકારક સામાજિક નાટ્યકાર છે. આ પુસ્તિકામાં નાટ્યકાર વિજય તેંડુલકરની પ્રતિભાનો તેની સામાજિક નિસબતનો પરિચય કરાવ્યો છે. વિવેચકો વિદેશી વિવેચકને વાંચે છે, તેના વિચારોનો આધાર લે છે ને એ પોતાના આગવા છે એવી ભ્રાન્તિ – વ્યામોહ રચે છે, આથી સામાન્ય ભાવકના મન પર મહાન વિવેચકની છાપ ઊભી થાય છે. થવું એવું જોઈએ કે આપણે સહુ વધારે નિખાલસ મને, ખુલ્લા દિલે જે છીએ તે અને જેને સર્વજન હિતાય આવશ્યકતા છે તેને આપણી માતૃભાષા સુધી પહોંચાડવું. ભાયાણી રસના ચટકા સુધી તો પહોંચ્યા છે. તેમને પ્રોત્સાહન આપનારા સુરેશ દલાલ આદિ મિત્રો આ બાબતમાંય તેમને પ્રેરણા પૂરી પાડશે.

શૈલેશ ટેવાણી (૧૯૫૮)

'નાટ્યાયન'માં લોકભોગ્ય શૈલીમાં વિવિધ સમીક્ષાઓ સંગૃહીત થઈ છે. 'નાંદિકાર’ વૈમાસિકના તંત્રી હોવાને નાતે છૂટાછવાયા લખાયેલા લેખોનો સંગ્રહ 'નાટ્યાયન’ નામે પ્રગટ કર્યો છે. ગિરીશ કર્નાડનાં નાટકોના હિન્દી અનુવાદનો આધાર લઈ સમીક્ષા કરી છે. શૈલેશ ટેવાણી માને છે કે 'નાટક એ જે રંગભૂમિ પર ભજવાય. રંગકર્મી એ સઘળી સાહિત્યિક ગતિવિધિનો પરખંદો હોય. ભલા મુંબઈનું નાટક, ગુજરાતીનું નાટક, સાબરકાંઠાનું નાટક કે સૌરાષ્ટ્રનું કાઠિયાવાડી નાટક એવું હોઈ શકે ? નાટક તો જે ભજવે તેનું. જે સાહિત્ય સમજે ને ભજવણીની કલા જાણે તેનું.૯૩ નાટ્યાયનમાં ધ્યાન આકર્ષે છે 'એથોલ ફ્યુગાર્ડની નોંધપોથી.' આફ્રિકન નાટ્યકાર – રંગકર્મી – દિગ્દર્શક એવા 'એથોલ ફ્યુગાર્ડ'ની ડાયરીનો