આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

અનુવાદ અહીં મૂક્યો છે. નાટકો ભજવવા માટે એ કલાકારે જેટલો સંઘર્ષ કર્યો છે તેટલો આપણા કલાકારોએ ભાગ્યે જ કર્યો હશે. જોકે એથોલ ફ્યુગાર્ડ નાટક દ્વારા જનજાગૃતિનું કામ કરે છે. એટલે આ સંઘર્ષ ભોગવવાનો તેને ભાગે આવે છે. ગુજરાતી નાટ્યકાર – દિગ્દર્શકને કે અભિનેતાને આ પ્રકારના સંઘર્ષોમાંથી પસાર થવાનું થયું નથી. ને છતાં આપણું નાટક વારંવાર અટકી જાય છે.

બ્રેખ્તનું વૈચિત્ર્ય અને ભારતીય પરંપરામાં બ્રેખ્તનાં નાટકો વિશે નાટકોના આધારે બ્રેખ્તનાં વૈચિત્ર્યને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. અલબત્ત, વિભાજન શૈલી વિશે વાત કરવા ધારતા હોય તેવું અવશ્ય લાગે છે પણ તે બાજુ પર જ રહી ગઈ છે. બ્રેખ્ત અને ભરત નાટ્યશાસ્ત્રની તુલના માત્ર વૈષમ્યથી કરી છે. ભરત નાટ્યશાસ્ત્ર અને બ્રેખ્તનો નાટ્યવિચાર એ અલગ અલગ સમયમાં પરિસ્થિતિમાં વિકસેલા વિચારો છે. ભારતીય પરંપરાથી જ નહીં આખીય 'દર્શન' પરંપરાથીય વિપરીત જઈને જન-જાગરણના એક હેતુસર નાટક કરે છે. તેનાં નાટકો પાસેથી આપણે ધીરાદાત્ત નાટક કે તન્વી શ્યામા લાજવંતી નારી નાયિકા ન પામી શકીએ. કેમ કે તેણે એ પ્રકારનાં નાયક – નાયિકા જોયાં જ નથી. પોતાની આસપાસ જે ચાલી રહ્યું છે તેનાથી પ્રેક્ષકને જાગૃત કરવાનો આશય લઈને બ્રેખ્ત નીકળે છે. તેનો પ્રેક્ષક અંધારામાં બેસીને નાટક જુએ તે તેને પસંદ નથી. પ્રેક્ષક નાટકના વહેણમાં - પ્રભાવમાં વહી જાય તે પણ તેને ગમે નહીં તે નથી ઇચ્છતો કે પ્રેક્ષક માત્ર આનંદ મેળવવા માટે જ નાટક જોવા આવે : તે એમ ઈચ્છે છે કે નાટક દ્વારા પ્રેક્ષકને જાતની અને સમાજની સત્તાની ઓળખ મળે. ભરતના નાટ્યવિચારથી સાવ જુદી દિશામાં બેખ્તનો નાટ્યવિચાર ચાલે છે. તેની તુલના ન હોય.

વૈષમ્યોની તુલના કરીને બ્રેખ્તની મહાનતા સિદ્ધ કરે છે. એકાંકી નાટકો વિશે તેમણે એક લેખ કર્યો છે. તેમાં નવાં એકાંકીના સ્વરૂપ-આકાર, વૈવિધ્ય અને પ્રતિરીતિ તથા વિષયવસ્તુ બાબતે વિચાર કરે છે. ૧૯૬૬થી ૧૯૮૫ સુધીના ગાળામાં લખાયેલાં એકાંકીનો વિકાસક્રમ અને પ્રત સમીક્ષા તેમણે આપી છે. અલબત્ત, બધાં વિશે વિગતે વાત કરી શક્યા નથી. દરેક વિશે અછડતો ઉલ્લેખ કરીને તેની મહત્તા સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે.

તુગલક, યયાતિ, હયવદનની સમીક્ષા અહીં છે. નાંદિકાર ત્રૈમાસિક માટે લખાયેલા કેટલાક લેખો અહીં સામેલ કર્યા છે. 'નાટ્યાયન'માં નાટ્યસમીક્ષાનો નવોન્મેષ નથી જણાતો. સમીક્ષામાં સહજ-સરલ પ્રત્યાયનક્ષમ ભાષાનો વિનિયોગ તેમને અન્યથી અલગ પાડે છે. જોકે ભજવાતાં નાટકો વિશે તેમણે વાત નથી કરી. પ્રત્યક્ષ સમીક્ષા કરી છે તેમાં મંચીય શક્યતાઓ વિશે પણ અછડતી ચર્ચા