આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુધારક યુગમાં નાટક વિશેનું વિવેચન ⬤ ૯
 

પણ સુગાળવી દૃષ્ટિ નોંધી. ભવાઈ અને ભજવાતા નાટકો પ્રત્યેના આ નિષેધક અભિગમે નાટકના વિકાસની એક સાચી દિશાને બંધ કરી દીધી. સુધારો આખાય યુગનો ધર્મ હતો; આથી સુધારો પ્રબોધતા સર્જકોએ ભવાઈનાં ઉત્તમાંગોને પણ નજરઅંદાજ કર્યા. સમાજને – સમાજનાં ઉત્તમ ચારિત્ર્યને ઘડવાનાં પ્રયત્નમાં એક ગાતું, રમતું ખેલતું લોકનાટ્ય તીવ્ર ઉપેક્ષા – તિરસ્કારનો ભોગ બન્યું.

નાટકની શોધ હતી. ભજવી શકાય તેવા અને શિષ્ટ – સાહિત્યિક નાટકોની શોધ તો 'ગુલાબ' આદિ નાટકોથી આરંભાઈ પણ નાટ્યવિવેચક વિના તેનું માર્ગદર્શન કોણ કરે ! સુધારક યુગમાં નાટકની જેમ અનેક સાહિત્યસ્વરૂપોની સાથે કૃતિવિવેચનનો આરંભ થયો છે. નાટક વિશેનું વિવેચન પણ આ સમયમાં આરંભાય છે. આપણા સર્જકો નાટકો લખે તો છે પણ સ્વરૂપ અંગેની તેમની સમજણ હજી બરાબર સ્પષ્ટ થતી નથી. દલપતરામ નાટક વિશે જે વાત કરે છે તેમાં નાટકની દેશયાત્મકતાના ગુણની ચર્ચા છે – 'વાર્તારૂપે કે સંવાદ રૂપે નિબંધ લખેલો હોય તે કરતાં નાટકરૂપી નિબંધથી તથા તે જ નાટક કરી દેખાડવાથી માણસના મનમાં વધારે અસર થાય છે. જેમ ચહેરાપત્રક ઉપરથી કોઈ માણસની આકૃતિનું જેટલું જ્ઞાન થાય તે કરતાં ફોટોગ્રાફી - છબિ જોવાથી તેના ચહેરાનું વધારે જ્ઞાન થાય છે. તેમજ નાટક છે તે ફોટોગ્રાફી છબિ જેવું છે.' દલપતરામ નાટકને 'છબિ' સાથે સરખાવે છે ત્યારે નાટકમાં સમાજનું પ્રતિબિંબ પડે છે તેવી વિચારણામાં તેનાં મૂળ જણાય છે. નગીનદાસ મારફતિયા પણ 'ગુલાબ'ની પ્રસ્તાવનામાં નાટક વિશે કશી વાત કરતા નથી. નાટક પાશ્ચાત્ય શૈલીનું છે તેવી જ નોંધ પ્રસ્તાવનામાં એ કરે છે. નર્મદ નાટક લખે છે આજીવિકા માટે, ડાંડિયોમાં શાકુંતલના અનુવાદની નોંધ લીધી છે પણ તેના વિશે વિગતે કશી ચર્ચા કરી નથી. તત્કાલીન છાપાં - વર્તમાનપત્રોમાં નાટક – રંગભૂમિ પર ભજવાતા)નાં અવલોકનો કે અહેવાલ મળે. છે પરંતુ તેમાં સમીક્ષાનો અભાવ છે. નર્મદ-નવલરામ એ આદ્યવિવેચકો છે. નર્મદાશંકર લાલશંકર દવે પાસેથી નાટકના સ્વરૂપ અંગે મંતવ્યો મળે છે.

નર્મદાશંકર લાલશંકર દવે (૧૮૩૩-૧૮૬૬)

કવિશ્રી નર્મદે નાટકના એ આરંભકાળમાં નાટક વિશેની પોતાની સમજને વ્યક્ત કરી છે. નર્મદે પોતે પણ નાટકો લખ્યા હતા. નાટકના સ્વરૂપ વિશેના, તેના ઉદ્દભવ વિશેનો વિચાર તેમણે 'નાટક એક અંકનું પાત્ર' એ લેખમાં વધારે વિશદ રીતે વ્યક્ત કર્યો. 'કવિ અને કવિતા' એ લેખમાં 'નાટ્ય'ની વાત કરતી વખતે પાદટીપમાં તેમણે નાટકના ઉદ્દભવની વાત કરી છે. એટલું જ નહીં નાટકની વ્યાખ્યા આપવાનો તેમનો પ્રયત્ન છે. 'બોલવું, ચાળા કરવા, અને નાચવું, જે વિષયમાં છે તે નાટ્ય અથવા નાટક, બોલ્યા વગર (મૂંગા) હાવભાવ વગેરે ચાળા કરવા તે નૃત્ત