આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુધારક યુગમાં નાટક વિશેનું વિચેચન ⬤ ૨૩
 

માટે 'નાટ્યપ્રકાશ'માં રણછોડભાઈ દવે વિસ્તૃત ચર્ચા છેડે છે. નવલરામ પંડ્યાએ પણ તત્કાલીન સાહિત્યિક નાટકોની સામે વાંચવાનાં તે નાટકો નહીં કહીને નાટ્યવિચારને સ્પષ્ટ સમજ તરફ વાળ્યો અને યોગ્ય દિશાદર્શન કર્યું.

આ સમયમાં દલપત, નર્મદ, નવલરામ, રણછોડભાઈ નાટકો લખે છે – ભજવાય છે છતાં વ્યાવસાયિક રંગભૂમિ પરનાં નઠારાં નાટકોનાં વળતા પાણી થયાં નથી. નવલરામ કહે છે તેમ નઠારાં લોકમતને કારણે જ એ બધી નાટ્યમંડળીઓ ફૂલીફાલી છે. લોકરુચિને સંતોષતી રંગભૂમિ અને સંસ્કાર સ્થાપવા મથતાં શિષ્ટ નાટકો વચ્ચેની ખાઈ આરંભથી જ વધતી ચાલે છે. રણછોડભાઈ - નર્મદ આદિનાં નાટકો ભજવાય છે પરંતુ લોકરુચિને સંમાર્જિત – સંશોધિત કરવાના પ્રયત્નોમાં ઊણાં ઊતરે છે. ભવાઈના દોષોથી અભાવ આવી જતાં નાટકમાં શિષ્ટ – મનોરંજન પીરસવા તત્પર થયેલા રણછોડભાઈ રંગભૂમિ ઉપર પણ એ જ દોષોને વધારે વિકૃતરૂપે જુએ છે ને ઢળતી ઉંમરે 'નોદ્યશૃંગાર નિષેધક રૂપક' લખે છે. નીતિબોધનાં કે સુધારાનાં નાટકો ધીમે ધીમે લુપ્ત થવા માંડે છે. નવલરામ નોંધે છે તેમ મોટો અભાવ સારા ઉત્તમ વિવેચકોનો. એ નાટકોનાં કાયમ વિવેચન થતા રહેતાં હોત તો પ્રજામાં જાગૃતિ આવત અને નઠારાં નાટકો સામેનો મત ઊભો કરી શકાત. તેમ થઈ શક્યું નહીં ને નાટકની અવદશા થઈ. નવલરામ પ્રત્યક્ષ વિવેચન દ્વારા મૂલ્યાંકન કરે છે. રણછોડભાઈ નાટ્યપ્રકાશ જેવા ગ્રંથ દ્વારા પાઠ્યપુસ્તકની ગરજ સારે તેવું શાત્ર સહજ ઉપલબ્ધ કરાવે છે.

સુધારક યુગની અનેક ઉપલબ્ધિઓમાંથી આ નાટ્યવિવેચના અને શાસ્ત્રીય ચર્ચા પણ છે. ભજવાય તે જ નાટકની અવધારણા સાથે જ 'નાટક દૃશ્ય કાવ્ય છે'ની પરંપરિત વિભાવના પણ સતત રહે છે. પછીના સમયમાં પણ તે લંબાય છે. નર્મદ 'નાટક ગદ્યમાં હોય છે' એમ માને છે. પણ અન્ય વિવેચકોમાં આ મત વિશે નોંધ નથી. સાથે કાવ્યના જ નિયમો કે સિદ્ધાંતોથી નાટકનું પૃથક્કરણ – નિરીક્ષણ થયા કરે છે. નાટકની પ્રસ્તુતિ વિશે કશું મળતું નથી.

સંદર્ભસૂચિ

૧. જૂનું નર્મગદ્ય પૃ. ૧૩૦. ૨. મિથ્યાભિમાનની પ્રસ્તાવનામાંથી. ૩. જૂનું નર્મગદ્ય પૃ. ૩૪૨. ૪. એજન પૃ. ૩૪૨. ૫, એજન પૃ. ૨૯૪. ૬. એજન પૃ. ૨૯૫. ૭. એજન પૃ. ૨૯૫. ૮. એજન પૃ. ૨૯૫. ૯. એજન પૃ. ૨૯૪. ૧૦. એજન પૃ. ૨૯૪. ૧૧, ભવાઈ સંગ્રહ પૃ. ૨. ૧૨. ભવાઈ સંગ્રહ પૃ. ૩, ૧૩. એજન પૃ. ૪. ૧૪. એજન પૃ. ૪. ૧૫ જૂનું નર્મગદ્ય પૃ. ૧૩૦, ૧૬. એજન પૃ. ૨૯૪. ૧૭. એજન પૃ. ૩૪૨. ૧૮, મિથ્યાભિમાનની પ્રસ્તાવનામાંથી. ૧૯, ભવાઈ સંગ્રહની પરિભાષામાંથી. ૨૦, મિથ્યાભિમાનની પ્રસ્તાવનામાંથી. ૨૧. નવલ ગ્રંથાવલિ. ૨૨. એજન. ૨૩. એજન પૃ. ૩૬. ૨૪. એજન પૃ. ૫૮. ૨૫. એજન