આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪ • ગુજરાતી નાટ્યવિવેચન
 


ઘડી શકાય છે આ ભેદ બંને પુસ્તકોમાં છે. 'એક્ટિંગના હુન્નરનું વહેવારુ શિક્ષણ યાને વ્યવહારોપયોગી અભિનય'માં નટનું પ્રશિક્ષણ આવશ્યક છે તેવો મત સ્પષ્ટ થયો છે. અહીં શ્રી ફિરોજશાહ મહેતાએ વહેવારુ શિક્ષણ તરફ જ દૃષ્ટિ રાખી હોવાથી કોઈ જાતના શાસ્ત્રીય અભ્યાસ કે વિવિધ નાટક કે નાટિકાઓને લગતાં સૂચનો મળતાં નથી. તેમના પુરોગામી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા એ 'અભિનયકલા' એ પુસ્તકમાં સંસ્કૃત તથા અંગ્રેજી વિદ્વત્તાનો ઉપયોગ કરી નાટક વિશેની તાત્ત્વિક ચર્ચા કરી છે. શ્રી ફિરોજશાહ મહેતા અભિનયના વહેવારુ પાસાને આલેખે છે. આમ આ બંને પુસ્તકો એકબીજાને પૂરક છે.

આ પુસ્તકમાં ૨૯ પ્રકરણમાં આંગિક અભિનય વિશે વિવિધ અંગ કસરતો સાથેનું માર્ગદર્શન કર્યું છે. પહેલા પ્રકરણ 'શિક્ષણ કે અનુભવ ?'માં તેમણે આ પુસ્તકના કથયિતવ્ય બાબતે સ્પષ્ટતા કરી છે.

'એક સારા ઍક્ટર' યાને અભિનેતા અને એક સારી 'એક્ટ્રેસ' યાને અભિનેત્રી થવા કાજે ઉમેદવાર જિજ્ઞાસુઓને નાટકીય કલા કૌશલ્ય (Theatrical Art and Craft)ને લગતા અનેકવિધ વિષયો જાણવા કરવાના હોય છે. વક્તૃત્વ (Oratory), નૃત્ય (Dancing), પટાબાજી, સંગીત, વસ્ત્ર પરિધાન (Costuming), કળા, મુખ સજાવટ (Make up) અને છેવટ 'આર્ટ ઑફ ઍક્ટિંગ' એટલે અભિનયકલા એમને સંપાદન કરવાનાં હોય છે. અત્રે એક 'ઍક્ટિંગ' સિવાય બીજી બધી બાબતોને જતી કરી છે. ૧૩ આ પુસ્તક એ રીતે ભરતે ગણાવેલા અભિનયના ચાર પ્રકારો – કાયિક, વાચિક, આહાર્ય, સાત્ત્વિક-માંથી માત્ર કાયિક / આંગિક અભિનય – ઍક્ટિંગની ચર્ચા કરે છે. ફિરોજશાહ મહેતા ભરતના અભિનય અને 'એક્ટિંગ'ના ભેદને સમજે છે. આથી જ તેમણે નોંધ્યું છે કે 'કાયિકમાં કાયા યાને શરીર વડે થતી 'ઍક્ટિંગ' આવી જાય છે, જેને આપણે અત્યારે 'અભિનયકળા' કહીએ છીએ. આ પુસ્તકમાં આ 'કાયિક અભિનયકળા'ની. વ્યવહારોપયોગી સમજણ તથા સૂચનાઓ રજૂ કરવામાં આવ્યાં છે.'૧૪

પહેલા પ્રકરણમાં તેમણે પશ્ચિમની નાટ્યશિક્ષણ સંસ્થાઓ અને નાટ્યશિક્ષણના મહત્ત્વની ચર્ચા કરી છે. પછીનાં પ્રકરણોમાં 'ઍક્ટિંગ' એ શું ?', 'અંગસ્થિતિ (Posture)ના નિયમો', 'શરીરની મુખ્ય ગતિ યાને હલનચલન', 'અંગવિક્ષેપ' યાને હાવ કિંવા ચાળા – ચેષ્ટાના મુખ્ય નિયમો', હાથનો ઉપયોગ અને તેનો વાણી સાથે સંબંધ આદિ અનેક બાબતો વિશે એમણે ટૂંકમાં સૂચનાઓ આપી છે. ૨૯ પ્રકરણોમાં 'અંગવિક્ષેપમાં,' 'મુખભાવો,' 'હાથ કઈ રીતે રાખવા,' 'બધી જ ચેષ્ટાઓ' 'ધંધાદારી તેમ જ બિનધંધાદારી એક્ટર વર્ગને કામમાં આવે એવી ૧૦૭ પરચૂરણ વહેવારુ સૂચનાઓ' જેવાં લાંબાં શીર્ષકવાળા ટૂકાં પ્રકરણોમાં