આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 


નાટકના સિનેરી, પ્રકાશયોજના, ગીત, સંગીત આદિ વિશે બહુ સુંદર માર્ગદર્શક આલેખન કર્યું છે. આ ત્રણ 'પુરવણી' માટે શ્રી મહેતાએ એંશી પાનાં રોક્યાં છે તે અયોગ્ય નથી !' તેમ રમણલાલ યાજ્ઞિક કહે છે તે યોગ્ય જ છે. ત્રીજા ખંડમાં તેમણે આરંભથી લઈને બધાં જ પ્રકરણો વિશે ઊંડાણપૂર્વકની સમીક્ષા કરી છે. ચોથા ખંડમાં આ પુસ્તકની પ્રસ્તુતતા અને અન્ય પ્રદેશોમાં પ્રગટ થયેલા વહેવાર નાટ્ય શિક્ષણનાં પુસ્તકોની નોંધ સાથે આ પુસ્તકના મહત્ત્વને સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે. પાંચમાં ખંડમાં લેખકને ધન્યવાદ આપે છે. જેમ ફિરોજશાહ મહેતાનું અભ્યાસપૂર્ણ પુસ્તક છે તેમ જ તેનો પૂર્વરંગ પણ અભ્યાસપૂર્ણ છે. રમણલાલ યાજ્ઞિકે તત્કાલીન રંગભૂમિનું યોગ્ય નિદાન કરી આ પુસ્તકનું અગત્ય સિદ્ધ કર્યું છે. 'સંસ્કૃત નાટ્ય પ્રકારો' – 'અવલોકન' – એ ડોલરરાય માંકડનાં 'The Types Sanskrit Drama' વિશેનું અવલોકન છે. રમણલાલ યાજ્ઞિકે ડોલરરાય માંકડના પુસ્તકનું પરિચયાત્મક વિવેચન કર્યું છે. ડૉ. કિથ, કે કોહલ જેવા વિદ્વાનોના મતની સામે ડોલરરાય માંકડનો મત જુદો પડે છે. તેની નોંધ કરી ડોલરરાય માંકડના મતને તેમણે 'બુદ્ધિગ્રાહ્ય' માન્યો છે. રમણલાલ યાજ્ઞિકે ડોલરરાય માંકડના આ પુસ્તક સાથે પ્રગટ થયેલા સંસ્કૃત નાટ્ય પ્રકારોનાં ઉદ્‌ભવ વિકાસ વિશે પોતાનો મત પણ આપ્યો છે. તેમણે નોંધ્યું છે કે 'પ્રો. માંકડે વિશેષ ઐતિહાસિક તથા તુલનાત્મક દૃષ્ટિ કેળવવાની જરૂર છે. પોતાના સંદર્ભના સમર્થનમાં ગ્રીક, લેટિન કે અંગ્રેજી નાટ્યના વિકાસ સાથે તેમના નાટ્યશાસ્ત્રની દૃષ્ટિનો વિચાર કર્યો હોત તો તેઓ વિશેષ અસરકારક પ્રમાણો આપી શકત. દાખલા તરીકે, અંગ્રેજી નાટકોની શરૂઆત તેમનાં દેવળોમાં થતી પૂજા-વિધિમાંથી અમુક રીતે જોઈ શકાય છે. ધાર્મિક પ્રચારની દૃષ્ટિએ સંગીતને અભિનય સાથે ધર્મપુસ્તકનું વાચન હોંશિલા પાદરીઓએ કરવા માંડ્યું અને શ્રોતાજનો મગ્ન થઈ ડોલવા લાગ્યા અને તે ઉપરથી 'મિસ્ટરી', 'મિરેકલ'ને 'મોરેલિટિ' વગેરે પ્રકારોનો વિકાસ થયો. પરંતુ આ બધી વિગતોમાં ઊતરવાનો આ પ્રસંગ નથી, ફક્ત સૂચન માત્ર જરૂરનું લાગે છે.૨૬ આ લેખમાં ડોલરરાય માંકડને બીજા સંશોધનો સંબંધી સૂચનો આપ્યાં છે ને તેમના કાર્યને બીરદાવ્યું છે. 'કેટલાક ભક્તિપ્રધાન નાટ્યપ્રયોગો' લેખમાં ધંધાદારી રંગભૂમિ પર થતા ભક્તિ પ્રધાન-લોકપ્રિય નાટ્યપ્રયોગોની સમીક્ષા મુદ્દાસર કરી છે. નાટકના વસ્તુ અને તેનો વિકાસ કઈ રીતે થાય છે તેની ચાર નાટ્યપ્રયોગોના ઉદાહરણથી ચર્ચા કરી છે. તેમાં 'ગોપીચંદ', ભક્તરાજ પીપાજી, શ્રી સૂરશ્યામ, શ્રી રાધા પ્રેમભક્તિ'નાં કથા-વસ્તુનાં ક્રમિક વિકાસ તથા નાટ્યપ્રયોગને તેમણે લક્ષમાં લીધો છે. ભક્તિપ્રધાન નાટકોના વસ્તુવાળા નાટકો વિશે તેમણે જે નોંધ કરી છે તેમાં તત્કાલીન રંગભૂમિની સમીક્ષા છે. આવા વસ્તુનો વિકાસ તપાસીએ તો કશું ધોરણ ખાસ જોવામાં આવતું