આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૪)

મગન-હા,મને કાંતતાં આવડે છે. તારે શીખવું છે?

રમણ—મને કાંતતાં આવડે તેા હું મારી બાને કહી રેંટિયો મંગાવું, અને રોજ કાંતું. હું રોજ કાંતવાનું શીખવા આવીશ. તમે મને શીખવજો.


પાઠ રજો

રૂડો મારો રેંટિયો હોજી

દુઃખ હરતો ગાજે ખંત ધીરો ધીરો ચાલે રે, મીઠો મીઠો ગાજે રે, રૂડો મારો રેંટિયો હોજી. સુંદર મારો રેંટિયો. ગોળ ફરતો ગાય, કાંતું સુદર ખંતથી, તાર રૂપાળા થાય; દુઃખો સહુ હરતો રે, ધીરો ધીરો ફરતો રે, રૂડો મારો રેંટિયો હોજી,