આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૬)

મનુ-મારા ઘરની પાછળવાડોછે ત્યાં.

કનુ-તમારા ઘરને અગાશી નથી?

મનુ——અગાશી તેા છે; પણ મારા બાપાજી ત્યાં ચગાવવાની ના પાડે છે.

કનુ- શું કામ ના પાડે છે?

મનુ—બાપા કહે છે કે પતંગ ચગાવવાના રસમાં સરત ન રહે તો પડી જવાય.

કનુ—મનુભાઈ, તમે એટલા બધા ભુલકણા છો ?

મનુ-ના, ના! મને તેા લાગે છે કે હું પડું જ નહિ; પણ બાપાજીનો હુકમ તો માનવો જ જોઈએ ને ?

કનુ—ઠીક, ત્યારે આપણે વાડામાં ચગાવીશું, પણ તમારી પાસે પતંગ છે ?