આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૭)

મનુ—હા, મારી પાસે ત્રણ પતંગ છે. એક લાલ, એક પીળો અને એક વાદળી.

કનુ—મનુભાઈ, તમને પતંગ ચગાવતાં આવડે છે?

મનુ——ના ભાઈ, મને પતંગ ચગાવતાં નથી આવડતો. તમે પતંગ ચગાવી મારા હાથમાં આપજો.

કનુ—મનુભાઈ,તમારી પાસે દોરછે?

મનુ -હા, એક પાટલી છે.

કનુ—મનુભાઈ, ત્યારે તેા હું મારી ફીરકી લેતો આવીશ. આપણે પતંગ ખૂબ ઊંચો ચગાવીશું. કેમ દેાસ્ત ?

મનુ—હો! બહુ મજા પડશે.