આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૯)

છે. આપણે એને પેલા મહાદેવના દહેરામાં રમવા લઈ જઈશું?

મગન~હા, બહેન, લાવ હું એને તેડી લઉં. જા બહેન, બાને કહે, અમે બહેનને મહાદેવમાં લઈ જઈએ છીએ.

મણિ—ચાલ ભાઈ, હું બાને કહી આવી. જો ભાઈ, નાની બહેન કેવી પાકી છે ! હવે કેવી છાની રહી ગઈ ! એને તો બહાર ફરવું બહુ ગમે છે.

મણિ અને મગન મહાદેવના દહેરામાં ગયાં. ત્યાં આરતી થતી હતી. આરતીના ઘંટ સાંભળીને તેા નાની કીકી હસીને કિલકારીઓ કરવા મંડી. પછી ભાઈ બહેન દહેરાની પાછળના વાડામાં ગયાં; ત્યાં એક નાનો બાગ હતો. મહાદેવના