આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૭૪)

૪ પાઠ ૩૮મો ઝાડ અને વેલા ભાંચ વેલા કાછિયા સુંદરલાલ તેના બાપ કાંતિલાલ સાથે નાગજી નામના કાછિયાની વાડીમાં ગયેા. ત્યાં તેણે કેટલાંક નવી જાતનાં ઝાડ જોયાં. તેણે લીમડા, પીપળે તથા બીજા ઝાડ જોયાં હતાં. તે ઝાડને જાડાં અને કઠણુ થડ હતાં. થડમાંથી ફૂટી નીકળતાં ડાળાં પર પાંદડાં હતાં. તેણે ગુલબાસ, ગલગાઢા વગેરે ફૂલના નાના નાના છોડ પણ જોયા હતા. એ છેાડનાં થડ નીચાં, પાતળાં અને પાચાં હતાં, અને તેમની ઉપરની છાલ પણ પાચીઅનેલીલી હતી. એથડસહેલાઈથી ભાંગી જાય એવાં હતાં.