આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાઠ ૪રમો ફળની દુકાન

સફાઈ ઘરાક ડઝન

વ્+ય=વ્ય ગોઠવ્યાં ર+ધ=ર્ધા અર્ધો

આ શું છે? એ દુકાન છે.

એ શેની દુકાન છે? એ ફળની દુકાન છે. પેલો દુકાનદાર છે.

દુકાનમાં કેટલાં બધાં ફળ છે! કેળાં, નારંગી, દાડમ, સફરજન, બોર અને કેરી છે. એ બધાં કેવી સફાઈથી ગાઠવ્યાં છે! તે છાબડી અને ટોપલીઓમાં સારી રીતે ગોઠવીને ખડકેલાં છે. બધી ટોપલીઓ ઊંચી નીચી હારમાં ગાઠવેલી છે. બધી મળી પાંચ હાર છે. ટોપલી અને છાબડીઓ નીચી પાટલીઓ પર ગાઠવેલી