આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૪

આપીએ છીએ. એ ત્રણ રૂપિચે ડઝન છે. બોલો તમને કઈ કેરી આપું ?

ઘરાક—મને સારી રસની કેરી અર્ધો મણ આપો.

દુકાનદાર વારુ શેઠ.


પાઠ ૪૩મો દિશાઓ.

ચંપક એક દિવસ સવારમાં ઘણો વહેલો ઊઠયો. તે વાડામાં ગયો ત્યારે સૂરજ ઊગ્યો નહેાતો. સામે એક ટેકરી હતી. તેની આસપાસ આકાશ ગુલાબી રંગનું દેખાતું હતું. થોડી વારમાં ટેકરીની પાછળ સૂરજ દેખાચેા. પહેલાં તે થોડો દેખાયો, પણ પછીથી તે વધારે ને વધારે