આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૫

ઊંચો ચડતો જણાયો. આખરે તે આખો ગોળ થાળી જેવો દેખાયો.

પછી ચંપક નિશાળે ગયો. નિશાળેથી પાછો આવ્યેા ત્યારે તો સુરજ આકાશમાં ખૂબ ઊંચે ચડયો હતો. તે જમી રહ્યો ત્યારે તો સૂરજ છેક તેના માથા પર આવ્યેા હતો, પણ તે બરાબર તેના માથા ઉપર નહેાતો.

સાંજે પાછો ચંપક વાડામાં ગયો ત્યારે સૂરજ નીચે ઊતરી પડચેા હતો. આ વખતે તે સવારે દેખાયો હતો ત્યાં ન હતો. પણ ટેકરીની સામી બાજુએ હતો.

બીજે દિવસે પણ ચંપકે સૂરજને તેમ જ ફરતો જોયો. સવારે તે નીચો ટેકરી પાસે હતો. પછી ધીરેધીરે ઊંચે