આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૭

સૂરજ પૂર્વમાં ઊગે છે. સૂરજ સાંજના નીચો ઊતરે છે, તે બાજુ પશ્ચિમ દિશા કહેવાય છે. સૂર્ય પશ્ચિમમાં નીચો નમે છે એટલે આથમે છે. ચંપક જો તું પૂર્વ તરફ મોઢું કરી ઊભો રહે. હવે તારા બન્ને હાથ લાંબા કર. તારો જમણો હાથ જે દિશા તરફ છે તે દક્ષિણ દિશા કહેવાય. તારો ડાબો હાથ જે દિશા તરફ છે તે ઉત્તર દિશા કહેવાય. બોલ જોઉં, દિશાઓ કેટલી છે?

ચંપક—બાપાજી, દિશાઓ ચાર છે.

બાપ—તેમનાં નામ બેાલ. દક્ષિણ.

ચંપક—પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને

બાપ—પૂર્વ દિશા કઈ કહેવાય?